તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લામાં સૌ પ્રથમ વખત કોરોનાના નવા 75 કેસ નોંધાયા, કુલ 1790

છોટાઉદેપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની તપાસ અર્થે 233 સેમ્પલ લેવાયા હતા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોની પરિસ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. કોરોના કાળમાં સૌ પ્રથમવાર રવિવારે 75 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેનાથી જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. વધુ વકરતી જતી પરિસ્થિતિને કારણે અને વધુ કેસ પોઝિટિવ આવવાથી દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલોમાં જગ્યા નથી. ઓક્સિજનના બોટલો મળે છે. પરંતુ તેના રેગ્યુલેટર મળતા નથી. જેના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જિલ્લાની હોસ્પિટલોમાં દર્દીઓના સગાઓની રઝળપાટ જોઈને અરેરાટી ફેલાઈ જાય છે. પૂરતો સ્ટાફ નથી. સરકાર હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં જિલ્લામાં આવેલ હોસ્પિટલોમાં સ્ટાફની પૂરતી ભરતી કરે તેની તાતી જરૂર છે. તેમ દર્દીઓના સગા માંગ કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં રવિવારે વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે તા 2 મેના રોજ જિલ્લામાં એક સાથે 75 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જિલ્લામાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. જિલ્લામાં રવિવારે નસવાડી તાલુકામાં 28, બોડેલી તાલુકામાં 27 કેસ, પાવીજેતપુર તાલુકામાં 14 કેસ, સંખેડા તાલુકામાં 2 અને કવાંટ તાલુકામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા હતા.

જિલ્લામાં ઘણા સમયથી કોરોના કેસોમાં ભારે તેજ ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. જે પ્રજા માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. વધતા જતા કોરોનાના કેસોને કારણે તંત્ર પણ આ અંગે ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં વધતા જતા કેસોને કારણે પ્રજામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1790 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે સેમ્પલ લેવામાં આવે છે. તેમાં વધુ પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. તેમ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

રવિવારે જિલ્લાના તાલુકામાંથી કોરોના તપાસ અર્થે 233 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 1384 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 379 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 27 દર્દીના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો