તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર:તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સાથાનિક તંત્રની મંજૂરી લેવી પડશે

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ-19ને અનુલક્ષીને જાહેરનામું બહાર પડાયું

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોનાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ, મળેલ સત્તાની રૂએ તા. 16 ઓક્ટોબરથી અમલમાં આવે તે રીતે કાર્યપધ્ધતિ અપનાવવામાં માટે જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક પ્રવૃતિઓ, રાજકીય સમારોહ તથા અધર કોન્ગ્રેગેશન/લાર્જ ગેધરિંગમાં થર્મલ સ્ક્રિનિંગ, ઓક્સિમીટર(સેનેટાઇઝર સાથે)ની સગવડતા પુરી પાડવાની રહેશે. સ્ટેજ, માઇક સ્પીકર તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાની રહેશે. હેન્ડ વોશ/સેનેટાઇઝની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.

બંધ સ્થળો જેવા કે હોલ, હોટેલ, બેન્કવેટ હોલ, રેસ્ટોરન્ટ, ઓડીટોરિયમ, કોા્યુનિટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગરે સ્થળે સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા અધર કોન્ગ્રેગેશન/લાર્જ ગેધરિંગનું આયોજન કરવામાં આવે ત્યારે સ્થળની ક્ષમતા કરતા ઓછી વ્યક્તિઓએ એકત્રિત થવું. અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજયમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઇ પણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજુરી મેળવીને જાહેરમાં ગરબી/મુર્તિની સ્થાપના પુજા અને આરતી કરી શકાશે. કાર્યક્રમના ફોટા અથવા મુર્તિને ચરણસ્પર્શ કરી શકાશે નહીં. તેમજ પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં.

ગરબા, દશેેેરા, ઇદે મિલાદ દુલાદ ઉન્નબી, શરદ પૂર્ણિમા, દિવાળી, બેસતું વર્ષ, ભાઇ બીજ, નવા વર્ષની ઉજવણી જેવા તહેવારો તથા તેને સંબંધિત ધાર્મિક પુજા ઘરમાં રહેને પરિવારના સભ્યો સાથે રહીને કરવી સલાહભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વમંજુરી આવશ્યક રહેશે. ખુલ્લી જગ્યાઓએ પુજા અને આરતી કરી શકાશે. પરંતુ ફોટા અથવા મુર્તિને ચરપ્સ્પર્શ કરી શકાશે નહીં. આવા કિસ્સામાં જયાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સંભાવના હોય તે પ્રતિબંધ રહેશે. પરંતુ મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા અને સ્નેહમિલન જેવા સામુહિક કાર્યક્રમો જયાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સંભાવના હોય તે પ્રતિબંધિત રહેશે.

આ હુકમ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય દંડ સહિતા- 1860ની જોગવાઇ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો