તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:છોટાઉદેપુર જિલ્લામાં શનિવારે કોરોનાના નવા 5 કેસ નોંધાયા, કુલ આંક 559 થયો

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોડેલીમાં 2, માછીપુરામાં 1, નસવાડીમાં 1, પલાસણીમાં 1 કેસ નોંધાયો
  • 500 દર્દીઓ સજા થઈ જતા રજા અપાઈ, હાલમાં 40 દર્દીઓ સારવાર હેઠળ

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19નો કહેર સતત વધી રહ્યો છે. રોજેરોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજા ભયભીત જોવા મળી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 554 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શનિવારના રોજ નવા 5 કેસ ઉમેરાતા કુલ પોઝિટિવ કેસનો આંક 559 ઉપર પહોંચ્યો છે. શનિવારના રોજ જિલ્લામાં જે 5 પોઝિટિવ કેસ આવ્યા તેમાં (1) 50 વર્ષ મહિલા જીવાજી પાર્ક બોડેલી (2) 45 વર્ષ મહિલા મછીપુરા સંખેડા (3) 35 વર્ષ યુવતી બોડેલી (4) 67 વર્ષ વૃદ્ધા કાપડ બજાર નસવાડી (5) 38 વર્ષ યુવાન પલાસણી નસવાડી પોઝિટિવ આવ્યા છે.

શનિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓ માંથી 541 એન્ટીજન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં 500 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 40 દર્દી એડમિટ છે. અને 16 દર્દી ના મોત થયા છે. શનિવારે જિલ્લામાં 1 દર્દીને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસ બોડેલી તાલુકાના 191 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 139 કેસ, સંખેડા તાલુકા 110, કવાંટ તાલુકા 46, પાવીજેતપુર તાલુકા 40 કેસ, નસવાડી તાલુકામાં 33 કેસ પોઝિટિવ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો