જાહેરનામું:દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રિના 8થી 10 દરમિયાન ફટાકડા ફોડી શકાશે

છોટાઉદેપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં ફટાકડા ફોડવા બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

છોટાઉદેપુર જિલ્લામાં ફટાકડા ફોડવા બાબતેનું જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યાતા પ્રાપ્ત ફટાકડાના ઉપત્પાદન અને વેચાણની પરવાનગી આપવા આવે છે. ભારે ઘોંઘાટવાળા તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને વધુ ઘન કચરો કરતા બાંધેલા ફટાકડા પર પ્રતિબંધ મુકવમાં આવેલ છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારી દ્વારા કરવાનું રહેશે અને પરવાનગી આપેલ ફટાકડાનું જ વેચાણ કરવાનુ રહેશે. ફટાકડાના ઉત્પાદન માટે બેરીયમાનો ઉપયોગ પર પ્રતિબંધ છે.

દિવાળી તથા અન્ય તહેવારોમાં ફટાકડા રાત્રિના 8:00થી 10:00 કલાક દરમિયાન જ ફોડી શકાશે. ક્રિસમસ કે નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે 23:55 કલાકથી 00:30 કલાક સુધી ફોડી શકાશે. ફટાકડા હંગામી લાયસન્સ મેળવેલ ન હોય તેવા વેન્ડર, લારી-ગલ્લા, ટેમ્પરરી શેડ બાંધીને ફટાકડાનું વેચાણ કરે છે. તેને અટકાવવા આવા વેપારીઓ સામે એક્સપ્લોઝીવ એક્ટ તથા ગુજરાત પોલીસ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

લોકોને અગવડ ઉભી ન થાય કે કોઇ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તે માટે છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર વિસ્તારના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેરસ્તાઓ, પેટ્રોલ પંમ્પ, એલપીજી બોટલીંગ પ્લાંટ, ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોના ગોદામો નજીક ફટાકડા ફોડી શકાશે નહીં. હોસ્પિટલો, નર્સીંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસથાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોથી 100 મીટર ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામા આવશે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. 29 ઓક્ટોબરથી12 નવેમ્બર સુધી જાહેનામાનો અમલ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...