છોટા ઉદેપુર જિલ્લામાં સાંજના સમયે કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં ક્વાંટ પંથકમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલાક ઠેકાણે કરા પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોર બાદ વાદળો ઘેરાયા હતા અને સાંજના 4થી 4:30 વાગ્યાના અરસામાં ક્વાંટ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ક્વાંટના નાની ટોકરી, ચિચબા, કસરવાવ, આમસોટામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરાંત સમલવાંટ ગામે જોરદાર કરા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે પાવી જેતપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
કમોસમી વરસાદ પડતા જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં મોટે ભાગે કપાસ, ઘઉં, એરંડા, તુવેર, બાજરી, મકાઈ જેવા પાક થાય છે. બધા પાક હાલ લણણી માટે તૈયાર છે તેવા સમયે કમોસમી વરસાદ થતા ખેડૂતોનો ઊભો પાક બગડી જાય અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય તેવી ભીંતી સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.