તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:છોટાઉદેપુરમાં ભૂગર્ભ ગટરના ઢાંકણાં વારંવાર તૂટી જતાં અકસ્માતનો ભય

છોટાઉદેપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વારિગૃહ તરફ જતા રસ્તે 1 માસથી ગટરનું ઢાંકણ તૂટી ગયું છે

છોટાઉદેપુર નગરમાં વારીગૃહ તરફ જતા રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના ઢાંકણા વારંવાર તૂટી જાય છે. જેને જોતા થયેલી કામગીરીનો અંદાજ આવી જાય છે. વારંવાર તૂટી જતા ઢાંકણાને કારણે મોટો અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. છેલ્લા એક મહિનાથી આ રોડ ઉપર ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. તે અંગે તંત્ર દ્વારા કોઈ કાળજી પણ લેવામાં આવતી નથી. ગટરનું ઢાંકણું તૂટી જતા ગટર ઊંડી હોય જેથી અંદર પડી જવાનો ભય પ્રજાને સતાવી રહ્યો છે.

છોટાઉદેપુર નગરમાં ફારસરૂપ સાબિત થયેલી ભૂગર્ભ ગટર યોજનામાં નગરમાં ઠેર ઠેર જગ્યાએ ખાડા ખોડી ગટરલાઈન નાખી દેવામાં આવી છે. પરંતુ તેનો કોઈ ઉપયોગ થઇ રહ્યો નથી. અને પ્રજા ભારે હલાલી ભોગવી રહી છે. ભૂગર્ભ ગટરની કોઈ કામગીરી સંતોષકારક થઈ નથી અને યોજનામાં નાણાં ચૂકવાઇ ગયા બાદ કોઈ કાળજી લેવામાં આવતી નથી. તેવી પ્રજામાં ચર્ચાઓ ચાલી રહી છે.

હાલમાં નગરમાં નગરપાલિકાના વીજ જોડાણો કપાઈ જતા નગરમાં રાત્રીના સર્વત્ર અંધારપટ્ટ છે. જેના કારણે રાત્રીના કશુ દેખાતું નથી. આ રસ્તા ઉપર ડોળોમાઈટ કારખાના આવેલા છે. આ રસ્તો 24 કલાક ચાલુ હોય છે. અહીંયા અવરજવર કરતી વ્યક્તિઓ અંધારના કારણે તૂટેલી ગટરની અંદર પડે અને અકસ્માતનો ભોગ બને તો જવાબ દારી કોની? એ પ્રશ્ન છે. આ અંગે તંત્ર તુરત પગલાં ભરે તેમ પ્રજા ઈચ્છી રહી છે.

ભૂગર્ભ ગટરલાઈનની કામગીરી સંતોષકારક નથી
ભૂગર્ભ ગટરના ઢાંકણા વારંવાર તૂટી જાય છે. ભૂગર્ભ ગટરની કોઈ કામગીરી સંતોષકારક થઈ નથી. ભૂગર્ભ ગટર લાઇન પણ વ્યવસ્થિત જોઈન્ટ કરવામાં આવી નથી. સરકારે ખોટા નાણાં ચૂકવી દીધા છે. આ અંગે પગલાં ભરવામાં આવે. > આદમભાઈ સુરતી, છોટાઉદેપુર નગરપાલિકાના સભ્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો