ભાસ્કર વિશેષ:પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપતા નાની દુમાલીના ખેડૂત

તેજગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તેજગઢ નજીક આવેલા નાની દુમાલી ગામે પરંપરાગત ખેતી છોડી ઓછા  ખર્ચે વધુ ઉત્પાદન આપતા ડ્રેગન ફ્રુટની ખેતી તરફ વળ્યા છે. - Divya Bhaskar
તેજગઢ નજીક આવેલા નાની દુમાલી ગામે પરંપરાગત ખેતી છોડી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતા ડ્રેગન ફ્રુટની ખેતી તરફ વળ્યા છે.
  • રાવજીભાઇ પટેલ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતા ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા
  • છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી કરવાની પદ્ધતિ છોડી આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે

સમયના બદલાતા પ્રવાહોની સાથે કૃષિમાં પણ આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. રાજ્યના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોની ખેતી તરફ વળી રહ્યા છે. ટેકનોલોજીના વિકાસની સાથે સ્માર્ટ ફોન જેવા હાથવગા સાધનથી ખેડૂતો કૃષિના વૈશ્વિક પ્રવાહો સાથે જોડાઇને ખેતીને માત્ર આજીવિકા તરીકે નહીં પણ વ્યાપાર તરીકે વિકસાવી રહ્યા છે.

વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લો પણ કૃષિના બદલાયેલા પરિમાણોથી પર નથી. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ કમલમ્ (ડ્રેગન ફ્રુટ) જેવા પાકો લેતા થયા છે.

મિત્રો, અહીં વાત કરવી છે. છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ નજીક આવેલ નાની દુમાલી ગામના પ્રગતિશીલ રાવજીભાઇ પટેલની કે જેઓ પરંપરાગત ખેતી છોડી કમલમ્ ફળની ખેતી કરી રહ્યા છે. તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી ડ્રેગન ફ્રુટની ખેતી કરે છે. માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા રાવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ડ્રેગન ફ્રુટની ખેતી અંગે અમને જાણકારી મળતા અમે આ પાકની ખેતી અંગે માહિતી મેળવવા ભાવનગર સુધી જઇ આવ્યા હતા. વાતનો દોર આગળ ચલાવતા તેમણે જણાવ્યું હતું કે, અમે પહેલા શાકભાજીની ખેતી કરતા હતા.

શાકભાજીની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન મજૂરોનો રહેતો હતો. કમલમ્ ફળની ખેતીમાં ઓછા મજૂરોથી ખેતી થઇ શકે છે. આ ઉપરાંત ટપક સિંચાઇ પદ્ધતિથી પિયત આપવામાં આવતી હોવાથી મજૂરોનો પ્રશ્ન રહેતો નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે આ પાકમાં કોઇ કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતા સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. જીવામૃત સહિતના અન્ય ગૌમૂત્ર અને ગોબરમાંથી બનતા દ્રવ્યોથી ખેતી કરવામાં આવે છે એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...