ગ્રામજનો રોષે ભરાયા:રામપુરા અરીઠા ફીડર પર થ્રી ફેઝ લાઈટ ન આવતા ગુંડિચાના ખેડૂતોએ ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર આપ્યું

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગુંડીચા ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી રામપુરાથી અરીઠા ફીડર પર થ્રી ફેઝ લાઈટની પડતી મુશ્કેલીને લઈ ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

થ્રી ફેઝ લાઈટ મળે તેવી માંગ કરાઈ
ગુંદિચા ગામમાં ખેડૂતોએ કપાસ, ટિસ્યુ, કેળા, જેવા પાકની કર્યા છે અને તેઓને પાણીની સખત જરૂર રહેતી હોય છે. પરંતુ કૂવામાંથી પાણી મેળવવા માટે થ્રી ફેઝ લાઈટ ન હોવાથી ઊભો પાક બગડી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી રામપુરાથી અરીઠા ફીડર થ્રી ફેઝ લાઈન આવતી લાઈનમેન અસભ્યતાથી જવાબ આપતા હોય છે. છેલ્લા ત્રણ મહિનાથી ગામડામાં લાઈનના તાર તૂટેલા હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી અને આવી બાબતોને લઈને તેઓ દ્વારા લેખિત મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર નિંદ્રાધીન હોય તેમ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જેથી આજરોજ ગુંડીચાના ખેડૂત તથા ગ્રામજનો દ્વારા ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને થ્રી ફેઝ લાઈટ મળે તેવી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...