જબુગામ સહિત બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મકાઈનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું છે. ત્યારે હાલમાં ધરતીપુત્રો પોતાના ખેતરોમાંથી મકાઇને લણીને મકાઈના ડોડા દિવસોના દિવસો સૂર્યના તાપમાં રાખીને સૂકવી ટ્રેકટર દ્વારા થ્રેસર મસીનથી મકાઈના દાણા કાઢી મકાઈ તૈયાર કરી વેચવાલીરૂપે નીકળી રહ્યા છે.
જબુગામના મકાઈ પકવતા ખેડૂત આશિષભાઈ દેશાઈના જણાવ્યા મુજબ જબુગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લાલ પીળી મકાઈનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. જેથી મહામુલા મકાઈના પાકને અનુરૂપ હવામાન, જમીન, ખાતર, પાણી દ્વારા જબુગામ પંથક મકાઈના ઉત્પાદન માટે મોખરાનું સ્થાન ધરાવે છે.
મકાઈના જથ્થા બંધ વેપારી રમણભાઈના જણાવ્યા મુજબ જબુગામ વિસ્તારની મકાઈની ગુજરાતના મહાનગરો સહિત અન્ય રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે. ખેડૂત અગ્રણી શિરાજભાઈ કુરેશીના જણાવ્યા મુજબ ખેડૂતો મહામુલા પાકને માટે પાણી, મોંધાદાટ બિયારણો, મોંધાભાવના ખાતરોના પ્રમાણમાં મહેનતરુપી ભાવો 2200થી 2250 રૂપિયા મળતા ખેડુતો ખુશખુશાલ જોવા મળે છે.
જોકે એક તરફ કુદરતની થપાટ સાથે ભુંડોના ભેલાણથી મકાઈના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જબુગામના યુવા ખેડૂત યોગેન્દ્રસિહ વરણામીયાના જણાવ્યા મુજબ રાસાયણિક ખાતરની કિંમતમાં 47ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ઉપજ કિંમતમાં નજીવા વધારા સામે અન્ય ખર્યા પણ વધ્યા છે. તેમજ ખેતીની ઉપજની કિંમતમાં 7 ટકા જ વધારો નોંધાયો છે. ત્યારે ભાવની સરખામણીમાં બિયારણ, દવા, ખેડ, મજુરી સહિતની વસ્તુના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.