કોરોના વાઈરસ:છોટાઉદેપુરમાં એક કોરોના પોઝિટિવ દર્દીની વિદાય, બીજા કેસનું આગમન

છોટાઉદેપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડીના કોરોના દર્દી પિયુષ પટેલ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. - Divya Bhaskar
નસવાડીના કોરોના દર્દી પિયુષ પટેલ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી.
  • ગાબડીયાનો નવસિંગ રાઠવા પોઝિટિવ આવતાં જિલ્લામાં પોઝિટિવ સંખ્યા 24 પર પહોંચી
  • પોઝિટિવ દર્દીના પરિવારની વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવા કાર્યવાહી કરાઈ

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી કુલ 23 કોરોના કોવિડ-19 પોઝેટિવ કેસ આવ્યા હતા. તા 28ના રોજ ગાબડીયા ગામનો નવસિંગ ફુલસિંગ રાઠવા તા છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર પોઝેટિવ આવતા સમગ્ર જિલ્લામાં કોરોના પોઝીટીવની સંખ્યા 24 ઉપર પહોંચી છે. ગાબડીયા ગામની અંદર બહાર ગામ મજૂરીએ અનેક વ્યક્તિ ગઈ હતી અને એ પરત વતન આવેલ છે. તેઓના સંપર્કમાં આવતા નવસિંગભાઈ ફુલસિંગભાઈ રાઠવા રહે. ગાબડીયા કોરોના પોઝેટિવ આવેલ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરીએ ફોન ઉપર જણાવ્યું હતું.

 27 મેના રોજ કુલ 116 સેમ્પલ કોરોના ટેસ્ટના મોકલ્યા હતા. જે પૈકી 97 સેમ્પલના રિપોર્ટ આવ્યા. તેમાં એક કેસ પોઝેટિવ આવ્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગાબડીયા ગામે જે કોરોના પોઝેટિવ કેસ આવ્યો તેના ઘરની વ્યક્તિઓને હોમ કવોરંટાઇનની કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુરની અંદર કોરોના પોઝેટિવ બે વ્યક્તિ સારવાર લેતી હતી. એમાં એક છોટાઉદેપુર અને બીજી વ્યક્તિ બોડેલી ઢોકલીયા આઇસોલેશન વોર્ડમાં એ પૈકી તા 28ના રોજ નસવાડીના પીયુષભાઈ પટેલને છોટાઉદેપુરથી રજા આપવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 28 મેના રોજ છોટાઉદેપુર, કવાંટ અને નસવાડી તાલુકામાંથી 161 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...