તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાપના:છોટાઉદેપુર જિલ્લામાં નવરાત્રી નિમિત્તે ઘરે ઘરે મા શક્તિની સ્થાપના

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરના બજારમાં ગરબાની ખરીદી કરવા અર્થે મહિલાઓ સહિત કુવારીકાઓ ઉમટી પડી હતી.
  • ગરબાની સ્થાપના કરી અખંડ દીવો મૂકી 9 દિવસ ઉપવાસ કરી દસમા દિવસે ગરબાનું વિસર્જન કરાય છે

આજરોજ તા 17, આસો સુદ એકમ, શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. માં શક્તિનીની ઉપાસનાના કરવાનો આ વિશેષ પર્વ છે. માઈ ભક્તો દ્વારા નવરાત્રીના તહેવારમાં પૂજા પાઠ, ઉપવાસ, નવચંડી યજ્ઞ, અનુષ્ઠાન કરી શક્તિ સ્વરૂપા માં દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે.શનિવારથી શરૂ થતાં નવરાત્રી પર્વ નિમિત્તે ઘરમાં માં શક્તિની સ્થાપના કરવા અર્થે મહિલાઓ તથા કુવારીકાઓ માંનો ગરબો જે શક્તિનું પ્રતીક કહેવામાં આવે છે તે ખરીદવા અર્થે બજારમાં એકત્રિત થઈ હતી. છોટાઉદેપુર જિલ્લાના આસપાસના ગામડામાં પણ ધાર્મિક તહેવારોનું આધ્યાત્મિક મૂલ્યનું વિશેષ મહત્વ રહેલું છે. હાલના કલિયુગમાં માનસિક શાંતિ અર્થે પ્રજા આધ્યાત્મિક માર્ગ તરફ વળવા લાગી છે.

જિલ્લામાં નવરાત્રી નિમિતે મોટી સંખ્યામાં માં શક્તિનું પ્રતીક માનવામાં આવતા ગરબાની સ્થાપના કરવામાં આવે છે. જેમાં મહિલાઓ અખંડ દીવો મૂકી અને 9 દિવસ ઉપવાસ કરી જપ તપ, પૂજા પાઠ, અને ભક્તિભાવ પૂર્વક આરાધના કરે છે. દસમા દિવસે દશેરાને દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે. હાલમાં ચાલી રહેલા કોરોનાકાળમાં જ્યાં બહાર નીકળવામાં તથા વધારે વ્યક્તિઓ એકત્રિત થવામાં સંક્રમણ ફેલાવાનું જોખમ છે. મંદિરમાં દર્શનાર્થે જવાનું લોકો ટાળતા હોય છે. જેથી હવે પ્રજા ધરમાં જ સ્થાપના કરી પૂજા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી રહી છે. જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં પણ હવે દિવસે દિવસે ધાર્મિક તહેવારોમાં શ્રદ્ધા અને આસ્થાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જેથી ધાર્મિક તહેવારોમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજા પૂર્ણ શ્રદ્ધાથી વિધિવત રીતે ઉજવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો