કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લામાં 148 દિવસ પછી કોરોનાની એન્ટ્રી

છોટાઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોડેલી તાલુકાના ચાંદણ ગામનો યુવાન થયો સંક્રમિત

છોટાઉદેપુર જિલ્લા સહિત દેશ વિદેશમાં કોરોના covid19 વાયરસે હાહાકાર મચાવી દીધો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. કોરોના વાયરસે સેંકડો લોકોના ભોગ લીધા છે. જેનો ડર આજે પણ પ્રજામાં યથાવત છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ તા 28 જુલાઇના રોજ કોરોનાએ 148 દિવસ પછી એન્ટ્રી મારી છે. જિલ્લાના બોડેલી તાલુકાનો ચાંદણ ગામનો 34 વર્ષનો યુવાન કોરોના સંક્રમિત થયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં ઘણા દિવસો પછી કોરોનાએ પગ પેસારો કર્યો છે. જિલ્લાના 6 તાલુકાઓ પૈકી બોડેલી તાલુકાના ચાંદણ ગામનો યુવાન કોરોના સંક્રમિત થયો હતો.

જેનાથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. આવનારા દિવસોમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય નહી એ હેતુથી પ્રજાએ સાવચેત રેહવાની જરૂર છે. જિ.આરોગ્ય અધિકારી મહેશભાઇ ચૌધરીએ જિલ્લા વાસીઓને અપીલ કરી છે કે કોરોનાથી રક્ષણ મેળવવા માસ્ક, સેનિટાઈઝર તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું હિતાવહ રહેશે. તા.28મીએ જિલ્લામાંથી 1046 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી એક કેસ પોઝિટિવ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...