તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન જાગૃતી:છોટાઉદેપુરના ગામડાઓમાં વેક્સિન લેવા બાબતે આદિવાસીઓમાં ઉત્સાહ

તેજગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર તાલુકાઓના ગામડાઓમાં વેક્સિન મુકાવવા માટે આદીવાસીઓ સહિત તમામ લોકોએ સ્વેચ્છાએ રસી લઈને ગામને કોરોના મુક્ત બનાવવા માટેના અભિયાન વેગ મળતો જોવા મળ્યો છે. શરૂઆતમા આદીવાસી વિસ્તારોમાં ધીમુ વેક્સિનેશન થતાં અનેક સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્રે ત્યાં જાગૃતિ અભિયાન કરવાની ફરજ પડી હતી. ત્યારે વેક્સિનેશનને લઈને ડર અનુભવતા અનેક ગામો માટે દિશાસૂચક કામગીરીના કારણે આદીવાસીઓ મોટી સંખ્યા વેક્સિન લેવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.

છોટાઉદેપુર તાલુકાના ગામડામા વેક્સિનની ગેરસમજ દુર કરવા માટે દરેક ગામડાઓમા વહીવટી તંત્રને જાગૃતી અભિયાન ચલાવી સાથે વેક્સિન માટેના ફાયદા તેમજ આયોજનબદ્ધ રીતે ડોઝ મુકાવવા માટે ખાસ કરીને આદિવાસી લોકોને શેરી નાટકો કરીને જાગૃતી લાવવા સમજાવ્યા હતા. લોકોએ સહયોગ આપતા તંત્રને સફળતા મળતા સમગ્ર તાલુકાના ગામડામા રસીકરણ અભિયાનને વેગ મળતો જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર તાલુકાના વેક્સિન સેન્ટરો પર આદીવાસીઓ સહિત તમામ લોકો વેક્સિન લેવા માટે મોટી સંખ્યામા જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...