હાલાકી:બજાર સમિતિઓના કર્મચારીઓ છેલ્લા 6 માસથી પગારથી વંચિત

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બજાર સમિતિના કર્મીઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતાં ભારે રોષ

કૃષિ કાયદાને કારણે રાજ્યની 35 જેટલી બજાર સમિતિના કર્મચારીઓનો છેલ્લા 6 માસથી પગાર બંધ થઈ ગયો છે. વગર પગારે સેવા આપી રહ્યા છે. જે બાબતે છોટાઉદેપુર સહિત રાજ્યના બજાર સમિતિના કર્મચારીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર બજાર સમિતિના કર્મચારીઓની નોકરી અને પગાર સુરક્ષિત કરવા યોગ્ય પગલાં ભરે તે માટે રજૂઆતો કર્યાને 10 માસ જેવો સમય થયો છતાં હજુસુધી કોઈ સંતોષકારક જવાબ સરકાર તરફથી મળ્યો નથી.

કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય બજાર સમિતિના કર્મચારી સંઘ ગાંધીનગરના પ્રમુખ પદેથી અજીતસિંહ આટોદરિયાએ રાજીનામુ પણ આપી દીધું હતું. બજાર સમિતિના કર્મચારીઓને કોરોના વોરીયર્સ તરીકે સમાવેશ કરવા રજૂઆતો કરી હતી. સહકાર વિભાગની મંજૂરી મળી હોવા છતાં છેલ્લા 3 માસથી નાણાં વિભાગમાં ફાઇલ પેન્ડિંગ રાખવામાં આવી છે. આથી અંગત જવાબદારી સમજી બજાર સમિતિ સંઘના પ્રમુખે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમ કારોબારી સભ્ય શંકરભાઇ પંચાલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...