મુશ્કેલી:છોટાઉદેપુર જિલ્લાની વડી કચેરીમાં કચરાના ઢગ અને ગંદકીનું સામ્રાજ્ય

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા સેવા સદનની કચેરીમાં ગંદકીના ઢગની  સાથે બીયરના ટીન પણ પડેલા જણાય છે. - Divya Bhaskar
જિલ્લા સેવા સદનની કચેરીમાં ગંદકીના ઢગની સાથે બીયરના ટીન પણ પડેલા જણાય છે.
  • જિલ્લા સેવા સદન ખાતે કચરાના ઢગલામાં બિયરના ખાલી ટીન પણ જોવા મળ્યા હતા

છોટાઉદેપુર જિલ્લાની વડા મથક ખાતે આવેલી જિલ્લા સેવા સદન કચેરીમાં કચરાના ઢગલા અને ગંદકીનું ભારે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સ્વચ્છતાના વાતો વચ્ચે સરકારી કચેરીઓમાં ગંદકીના સામ્રાજ્યને કારણે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ઉંચ્ચ અધિકારીઓ વડી કચેરી ખાતે બિરાજતા હોઈ જ્યાં આવી ગંદકીના કારણે પ્રજાને મુશ્કેલી પડી રહી છે.

જે અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેમ પ્રજાની માગ છે. જિલ્લાની વડી કચેરીમાં સરકારી કામકાજ અર્થે જિલ્લાના 6 તાલુકા છોટાઉદેપુર, નસવાડી, કવાંટ, સંખેડા, પાવીજેતપુર, બોડેલીની પ્રજા આવતી હોય છે. સરકારી કામકાજ અર્થે આવતી પ્રજાને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. કાળઝાળ ઉનાળામાં પીવાનું પાણી મળતું નથી. પાણીના કુલરો બંધ હાલતમાં હોય કુલરના નળ પણ તૂટી ગયા છે. તેવી ફરિયાદ પ્રજા કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...