ચૂંટણી:છોટાઉદેપુરના 6 તાલુકાની 237 ગ્રામ પંચાયતોની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે

છોટાઉદેપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામીણ વિસ્તારોના રાજકારણમાં ગરમાવો આવ્યો

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ 6 તાલુકા પંચાયતમાં 237 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેનું જાહેરનામુ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. તા. 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જે અંગે તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જિલ્લાની કુલ 237 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ થવાનો હોવાથી 1400 જેટલી મત પેટીઓ તૈયાર કરવામાં આવી છે.

ચૂંટણીની તારીખ જાહેર થતા ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ પદ મેળવવા માટે દાવેદારો દ્વારા સમર્થકો સાથે ખાનગીમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ઘરે ઘરે જઈ મતદારોને મનાવવા તથા રીઝવવાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. રાત્રી દરમ્યાન ખાટલા બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.

પરંતુ મતદારો હવે ખૂબ હોશિયાર થઈ ગયા છે. મતદારોના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં કદી મદી મળ્યા હોય તેઓના રોજ આંટા ફેરા શરૂ થઈ ગયા છે. સરપંચ પદ મેળવવા માટે ઘણા પોતાના રાજકીય પક્ષના ગોડફાધરોના સરણે પણ આટા ફેરા શરૂ કરી દીધા છે. ગ્રામીણ વિસ્તારોની ચૂંટણી હાલના સમયમાં ભારે રસપ્રદ અને હરીફાઈ વાળી રહેશે તેમ મતદારો જણાવી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ 6 તાલુકાઓમાં જેમાં છોટાઉદેપુર, પાવીજેતપુર, બોડેલી, કવાંટ, નસવાડી, સંખેડા, તાલુકાઓમાં કુલ 237 જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુરમાં 21, પાવીજેતપુરમાં 44, બોડેલીમાં 56, કવાંટમાં 33, નસવાડીમાં 43 અને સંખેડા તાલુકામાં 37 કુલ 237 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...