પોલીસની અનોખી પહેલ:પાવી જેતપુર ખાતે રેન્જ IG દ્વારા E-FIRની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો, લોકોને એપ્લિકેશનથી માહિતગાર કર્યા

છોટા ઉદેપુર6 દિવસ પહેલા
  • વિદ્યાર્થી અને નગરજનોને એપ્લિકેશનના ઉપયોગ વિશે સમજણ આપી

ગુજરાતમાં હાલ ગત 23 જુલાઈના રોજ સરકાર દ્વારા મોબાઈલ ચોરી અને વાહન ચોરી માટે ફરિયાદ કરવા માટે લોકોને અનુકૂળતા રહે તે માટે ઇ.એફ.આઇ.આર. એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું. તેની જાગૃતિ માટે ઠેર-ઠેર પોલીસ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે આજે વડોદરા રેન્જના ઇન્ચાર્જ આઇ.જી. એમ.એસ.ભરાડાની હાજરીમાં પાવી જેતપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ ખાસ કરીને ભાવિ નાગરિકો એવા શાળાના વિદ્યાર્થીઓને આ એપ દ્વારા કેવી રીતે મોબાઈલ ચોરી અને વાહન ચોરીની ફરિયાદ કઈ રીતે કરાય તે અંગે પોલીસ અધિકારી દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર તમામ લોકોએ વ્યસન મુક્તિ અંગેના શપથ પણ લીધા હતા. નગરજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...