તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:કોરોનાકાળમાં છોટાઉદેપુરના કલાકારોની હાલત કફોડી બની

તેજગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીત-સંગીતના વ્યવસાય સાથે જોડાયેલા તેજગઢના 35 પરિવાર બેકાર બન્યા
  • નવરાત્રી દરમિયાન થનારી આવકની આશા પણ ઠગારી નીવડી

કોરોના મહામારીમાં છોટા ઉદેપુરના કલાકારોની હાલત કફોડી બની છે. તેમજ પ્રસંગોપાત મનોરંજન કરાવતાં કલાકારોના મન -રંજોમાં ગળાડુબ થવા પામ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામે રહેતા 35 જેટલા પરિવારો કે જેઓ ગીત સંગીતની દુનિયા સાથે જોડાયેલા છે. દુનિયાને સામાન્ય દિવસોમાં મનોરંજન કરાવતા આવ્યા છે. તેવા કલાકારો કોરોના મહામારીના કારણે થયેલા લોકડાઉનના કારણે બેકાર બનતા, તેઓની હાલત દયનીય થવા પામી છે. હાલ તો બે ટક ખાવા માટે પણ માજુર બન્યા છે.

જ્યારે તેઓ કોઇ કાર્યક્રમમાં જાય છે. તો તેઓને લોકો જોવા માટે પડાપડી કરતા હોય છે. તથા તેઓના હુનરની દાદ આપતા સાંભળવા મળતા હોય છે. જ્યારે વર્તમાન દિવસોમાં તેઓની કોઈ દરકાર લેવા માટે પણ તૈયાર નથી. આગામી દિવસોમાં નવરાત્રીના ઉત્સવ પર મીટ માંડીને બેઠેલા કલાકારો પરંતુ તેઓની આશા ઠગારી નીવડી છે. વર્તમાન સમયમાં ભલે રાજ્ય સરકાર તરફથી લગ્ન માટે છૂટ આપવામાં આવી હોય પરંતુ લોકો કોરોનાની બીકના કારણે લગ્નને સાદાઈથી કરતા થયા હોવાના કારણે નજીકના ભવિષ્યમાં કલાકારો માટે આશાની કિરણ હાલ તો જોવા મળી આવતી નથી.

આ અંગે કલાકાર મહેન્દ્ર મહિડા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા છ-સાત માસથી કલાકાર જગત બેકાર બન્યું છે. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ આજીવિકા ચલાવવા માટે છે જ નહીં. લગ્ન સીઝનમાં પણ કોઈપણ પ્રકારનું કામ મળ્યુ નથી અને હવે ફક્ત અને ફક્ત નવરાત્રી પર આશા હતી. તે પણ હવે નિષ્ફળ ગઈ છે. તો બની શકે કે કલાકાર જગતની દિવાળી પણ એમ જ જશે. તો કલાકાર જગત તરફથી હું એક વિનંતી કરું છું કે આ બેકાર બની ચૂકેલા કલાકાર જગતને કોઈ સહાય સરકાર તરફથી જાહેર કરવામાં આવી તે ઇચ્છનીય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો