ચંદ્ર ગ્રહણ:જિલ્લામાં ચંદ્ર ગ્રહણના કારણે તમામ મંદિરોના દ્વાર બંધ રહ્યા

છોટાઉદેપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રહણ સમય દરમિયાન ધાર્મિક નિયમોનું પાલન કરાયું

છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ કારતક વદ પૂનમના રોજ ચંદ્ર ગ્રહણ હોવાથી જિલ્લાના તમામ મંદિરો ગ્રહણનો વેદ લાગવાથી બંધ રહ્યા હતા. જેથી ભગવાનના દર્શન થઈ શક્યા ન હતા. ગ્રહણ સમય દરમ્યાન ધાર્મિક નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. આજરોજ ચંદ્ર ગ્રહણ હોવાને કારણે સવારે મંદિરોમાં પૂજન અર્ચન કરી મંદિરો તેમજ દર્શન બંધ કરી દેવામાં આવ્યા હતા. ગ્રહણનો વેદ લાગવાથી ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ સમય દરમ્યાન ભગવાનના દર્શન તથા પૂજા પાઠ વર્જિત હોય જેથી તમામ મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. અને આખા દિવસ દરમ્યાન તમામ મંદિરો બંધ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...