તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:છોટાઉદેપુર જિલ્લામાં વન્યજીવો માટે પીવાના પાણીની સગવડ ઊભી કરાઈ

છોટાઉદેપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાના 6 તાલુકામાં પાણીની કૂંડીઓ ટેન્કર મારફતે ભરાઈ

છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ દ્વારા છોટાઉદેપુર તથા પાવીજેતપુર સહિત 6 તાલુકાઓમાં આવેલ જંગલોમા ભારે કાળઝાળ ગરમીમાં મૂંગા પ્રાણીઓ તથા પશુઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે હેતુથી બનાવેલી પાણીની કુંડીઓ ટેન્કર માફરતે ભરવામાં આવી હતી.

જિલ્લામાં હાલમાં અચાનક ભારે ગરમીની શરૂઆત થઈ ગઈ હોય માનવ તથા પશુ કાળઝાળ ગરમીનો ભોગ બની રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં દીપડા, નીલગાય, ઝરખ, રીંછ, જંગલી સુવરની વસ્તી હોય જેથી આ મૂંગા પશુઓને પીવાના પાણી અર્થે કોઈ તકલીફ ન પડે તે માટે જંગલમાં આવેલી કુંડીઓમાં વન વિભાગ દ્વારા ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો