તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:છોટાઉદેપુર પંથકનો આધારસ્થંભ ગણાતો ડોલોમાઈટ ઉદ્યોગ મંદીના ખપ્પરમાં ધકેલાયો

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર પંથકનો આધાર સ્થંભ ગણાતો ડોલોમાઈટ ઉદ્યોગ મંદીના ખપ્પરમાં ધકેલાયો. - Divya Bhaskar
છોટાઉદેપુર પંથકનો આધાર સ્થંભ ગણાતો ડોલોમાઈટ ઉદ્યોગ મંદીના ખપ્પરમાં ધકેલાયો.
  • છોટાઉદેપુર તાલુકામાં 20 જેટલી ડોલોમાઈટ પથ્થરની ખાણો કાર્યરત છે
  • કોરોના કાળ અને મંદીના કારણે આ ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે

છોટાઉદેપુર પંથકમાં 80 જેટલા ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાના કારખાના આવેલા છે. જ્યારે ડોલોમાઈટ પથ્થરની 20 જેટલી ખાણો કાર્યરત છે. જે ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી કોરોના કાળમાં અને મોંઘવારી તથા મંદીના કારણે મરણ પથારીએ પડ્યો છે. હાલમાં ચાલતા કારખાના ફેકટરી માલિકો માંડ માંડ ચલાવી રહ્યા છે. કોરોના કોવિડ-19ની પહેલી અને બીજી લહેરમાં થયેલા લોકડાઉનને કારણે માલ પ્રોડક્શન ન થતાં અને પર રાજ્યમાં સપ્લાય ન થતા ડોલોમાઈટ ઉદ્યોગ મંદીના ખપ્પરમાં ધકેલાઈ ગયો છે.

છોટાઉદેપુર તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 20 જેટલી ડોલોમાઈટ પથ્થરની ખાણો કાર્યરત છે. જેમાં ખોદકામ કરીને ડોલોમાઈટ પથ્થર કાઢવામાં આવે છે અને તેનો પાઉડર બનાવવા અર્થે ફેક્ટરીઓમાં મોકલવામાં આવે છે. જેમાં છોટાઉદેપુરના હજારો શ્રમિકોને પૂરક રોજગારી મળી રહે છે. પરંતુ કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન કોઈ ડોલોમાઈટ પાઉડરની ફેકટરીઓ ન ચાલતા ડોલોમાઈટ ઉદ્યોગને અંદાજિત 6 કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે.

તેમ મિનરલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કૌશિકભાઈ શાહ તથા ઉપ પ્રમુખ રામકાન્તભાઈ ધોબી જણાવી રહ્યા છે. છોટાઉદેપુર પંથકમાં ડોલોમાઈટ ઉદ્યોગએ મહત્વનું રોજગારીનું માધ્યમ છે. ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવી તેને દેશના જુદા જુદા રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, એમપી, રાજસ્થાનમાં મોકલવામાં આવે છે. પરંતુ કોરોના કાળ દરમિયાન પર રાજ્યોમાં લોકડાઉનનો માહોલ હોય તમામ ઉદ્યોગ બંધ હોય જેથી ચાલુ વર્ષે માલ સપ્લાય થઈ શક્યો નથી.

જો માલ મોકલીએ તો પેમેન્ટની તકલીફનો સામનો કરવો પડે છે તેમ મિલ માલિકો જણાવી રહ્યા છે. છોટાઉદેપુર ડોલોમાઈટ પાઉડર બનાવતા ફેકટરી માલિકો જણાવી રહ્યા છે કે અગાઉના 2 વર્ષ પહેલાં જે ધંધો થતો હતો તેમાં 40 ટકા ઓછો થઈ ગયો છે. પર રાજ્યોમાંથી ઓર્ડર ન મળતા હાલ કારખાના કેમ કેમ ચલાવવા એ પ્રશ્ન છે. લાઈટ બિલો પણ ભરવામાં તકલીફ પડે છે. સરકાર હાલના કપરા સમયમાં વીજળીના બિલમાં થોડી રાહત આપે તેમ મિલ માલિકો માગ કરી રહ્યા છે.

છોટાઉદેપુર પંથકમાં વસતા આદિવાસીઓ વર્ષોથી ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હજારો મજૂરો મજૂરી કરી પોતાનું પેટિયું રળે છે. છોટાઉદેપુરના આદિવાસીઓ માટે ડોલોમાઈટ એ એક માત્ર રોજગારીનું માધ્યમ છે. પરંતુ ડોલોમાઈટ ઉદ્યોગમાં મંદી આવી જતા હવે પર પ્રાંત અને પર રાજ્યોમાં મજૂરી અર્થે હિજરત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...