મંદીની લહેર:છોટાઉદેપુરમાં દિવસે ને દિવસે મંદીના ખપ્પરમાં ધકેલાતો ડોલોમાઈટ ઉદ્યોગ

છોટાઉદેપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં ડોલોમાઈટની ફેક્ટરીઓમાં કાચો માલ નથી, અને પ્લોટ ખાલી જોવા મળી રહ્યા છે. - Divya Bhaskar
છોટાઉદેપુરમાં ડોલોમાઈટની ફેક્ટરીઓમાં કાચો માલ નથી, અને પ્લોટ ખાલી જોવા મળી રહ્યા છે.
  • જિલ્લાની 7 જેટલી ફેકટરીઓને વેચવાનો વારો આવ્યો
  • કાચા​​​​​​​ ​​​​​​​માલની અછત થવાને કારણે ડોલોમાઈટ ઉદ્યોગને પડી રહેલી અસર

છોટાઉદેપુર જિલ્લા મથકની આસપાસના વિસ્તારમાં 100 જેટલી ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલી છે. જ્યારે કાચો પથ્થર કાઢવાની 11 જેટલી માઇન્સો કાર્યરત છે. પરંતુ હાલમાં ડોલોમાઈટ પથ્થરની માઇન્સમાંથી નીકળતા પથ્થરનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ડોલોમાઈટ ફેકટરીઓને ન મળતા કાચા માલની અછતને કારણે દિવસે દિવસે ડોળોમાઈટમાં ભારે મંદી જોવા મળી રહી છે. તેમ ફેકટરી માલિકો જણાવી રહ્યા છે.

છોટાઉદેપુર વિસ્તારમાં આવેલી ડોલોમાઈટ પથ્થરની માઇનસોમાં છેલ્લા ઘણા સમયથી મજૂરોની અછત વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્ર તથા પર રાજ્ય તરફ મજૂરીએ જતા રહેતા પૂરતા પ્રમાણમાં મજૂરો મળતા નથી. જે મજૂરો છે તે માલની અછત વગર બે રોજગાર થઈ ગયા છે. જેથી ઘણી ફેક્ટરીઓમાં એક પાલી કામ ચલાવવું પડે છે. જ્યારે મજૂરો ન મળવાના કારણે ઘણા કારખાના ચાલતા ન હોય બજારોમાં ભારે મંદી હોય માલનું પ્રોડક્શન થતું ન હોય અને રિકવરી પણ નિયમિત આવતી ન હોય જેના કારણે ઘણા ફેકટરી માલિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

અંદાજીત 6થી 7 ફેકટરીઓ તો વેચવાનો પણ વારો આવ્યો છે. તેમ ફેકટરી માલિકો જણાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છેકે હાલમાં ઓક્સિજન ઉપર ચાલતો ડોલોમાઈટ ઉદ્યોગ મંદીના ખપ્પરમાં ધકેલાઈ રહ્યો છે. 11 જેટલી ચાલતી પથ્થરની માઇન્સ ઉપરથી કાચો માલ છોટાઉદેપુરમાં આવેલી 100 જેટલી ફેક્ટરીઓએને પોહચડવામાં આવતો હોય છે. પરંતુ કાચો માલ હાલમાં પર રાજ્યમાં તથા લિમિટેડ કંપનીઓમાં વધુ જતો હોઇ જેનાથી માઇન્સ માલિકોને વધુ ફાયદો થતો હોય છે. તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. જેથી સ્થાનનીક ડોલોમાઈટ ફેક્ટરીઓને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

ફેક્ટરીઓમાં કાચો માલ નથી, અને પ્લોટ ખાલી જોવા મળી રહ્યા છે. પર રાજ્યમાં ડોલોમાઈટ પથ્થરની માંગ વધી છે. જેથી છોટાઉદેપુર સ્થાનિક ડોલોમાઈટ પાઉડર વાળને પુરતો માલ મળતો નથી તેમ મિલ માલિકો જણાવી રહ્યા છે.એક તરફ કારમી મોંઘવારી અગાઉના બે વર્ષમાં કોરોના કાળ દરમ્યાન ધંધાને થયેલ નુકસાન હાલમાં બજારમાં ચાલી રહેલી મંદી અને મજૂરોની અછત તથા પૂરતી રિકવરીના અભાવે મિલ માલિકોની કમર તોડી નાખી છે.

હવે ધંધામાં મઝા રહી નથી તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. હાલમાં જંગલમાં બંધ પડેલી તથા ફોરેસ્ટમાં ગયેલી ડોલોમાઈટ પથ્થરની માઇન્સો તંત્ર દ્વારા પુનઃ શરૂ કરવામાં આવે તથા નવી માઇન્સોના બ્લોક ફાળવવામાં આવે તો વધુ કાચો માલ નીકળે અને માલની અછત ઓછી થાય તેમ મિલ માલિકોની માગ છે.

કાચા માલનું વધુ પ્રોડક્શન થાય તો ડોલોમાઈટ ઉદ્યોગને જીવનદાન મળે
100 જેટલી ફેક્ટરીઓમાં કાચા માલની અછતને કારણે ફેકટરીઓ માત્ર એક પાલી ચાલે છે. પથ્થરનો કાચો માલ હોય તો કામ છે. માત્ર 40 જેટલી ફેકટરીઓ રેગ્યુલર ચાલે છે. રામ ભરોસે ચાલી રહી છે. હાલમાં ભારે મંદી, માલની અછત અને મજૂરોના અભાવને કારણે 7 જેટલી ફેકટરીઓ વેચવાનો વારો આવ્યો છે. કાચા માલનું વધુ પ્રોડક્શન થાય તો ડોલોમાઈટ ઉદ્યોગને જીવનદાન મળે તેમ છે. તેમ જણાવ્યું હતું. - કૌશિકભાઈ શાહ, પ્રમુખ, મિનરલ મર્ચન્ટ એસોસીએશન

અન્ય સમાચારો પણ છે...