તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ડોકટર મળતા નથી

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતરિયાળ વિસ્તારમાંથી આવતા લોકોને પડતી હાલાકી
  • પરિવારજનોને આખી રાત અને બીજા દિવસે બપોર સુધી પોસ્ટ મોર્ટમ અર્થે રાહ જઈ બેસી રહેવું પડે છે

છોટાઉદેપુર ખાતે આવેલ જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં રાત્રીના સમયે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવા ડોકટર મળતા નથી તેવી ફરિયાદ પ્રજા કરી રહી છે. છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ મૃતકના સગા વ્હાલા આખી રાત અને બીજા દિવસે બપોર સુધી પોસ્ટ મોર્ટમ અર્થે રાહ જોઈ બેસી રહે છે. તેવી પ્રજાની ફરિયાદો ઉઠી છે.

છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં અંતરિયાળ વિસ્તારમાંથી આવતી આદિવાસી પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે. થોડા દિવસો અગાઉ નર્મદાબેન નામની પરણિતાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવવા અર્થે આખી રાત વીતી જવા પછી બીજા દિવસે બપોરે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું. ડોકટરો સમયે હાજર રહેતા નથી જેને કારણે આ પ્રશ્ન ઉદ્ભવે છે. તેમ પ્રજા ફરિયાદ કરી રહી છે. ગ્રામીણ વિસ્તારમાંથી આવતી પ્રજાએ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આવીને રઝળપાટ કરવો પડે છે. જે ભારે શરમ જનક ઘટના છે.

છોટાઉદેપુર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ઉપ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા જણાવે છે કે થોડા દિવસો પહેલા નર્મદાબેન નામની પરણીતાનું અવસાન થયું હતું. જેના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવા અર્થે આખી રાત તેના સગાઓ બેસી રહ્યા હતા. જનરલ હોસ્પિટલમાં કોઈ ડોકટર ન મળતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જે અંગે ભારે હોબાળો થતા તેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.

હાલમાં બચલાભાઈ રાઠવા પાદરવાટ ગામના વતનીનું કૂવામાં પડી જવાથી મૃત્યુ થયું હતું. જેઓના મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા કોઈ ડોકટર હાજર ન હોય બીજા દિવસે બપોરે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. અમારી આદિવાસી પ્રજાને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. આ બાબતે અગાઉ પણ ઊંચ અધિકારીઓને રજુઆત કરી હતી. પરંતુ કોઈ ધ્યાન અપાતું નથી. ફરજ ઉપર હાજર ન રહેતા ડોકટરો અંગે સરકાર ધ્યાન આપે તેમ સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...