તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાધના:જબુગામમાં દિવાળી પર્વનો થનગનાટ, કાળી ચૌદશે તાંત્રિકો દ્વારા સાધના કરાઈ

જબુગામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જબુગામ પંથકમાં દિવાળી પર્વની શરૂઆત સાથે જ પંથકવાસીઓમાં દિવાળીની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. નવા વર્ષને આવકારવા સાથે તેની ઉજવણીના ભાગરૂપે પંથકવાસીએ પોતાના મનની સાથે રંગબેરંગી રોશનીથી ઝગમગાટ તોરણો લટકાવી ઘર આંગણે રંગોળી પુરી સાંજના સુમારે દીપકોની હારમાળા બનાવી દિપાવલી પર્વના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. ત્યારે શનિવારે કાળી ચૌદશનું પર્વ પણ જબુગામ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ મહત્વ હોય છે. કાળી ચૌદશ એટલે સાધનાનો દિવસ ગ્રામ્ય વિસ્તારના ભૂવા, જાગરીયા, બડવા તરીકે કામ કરતા હોય તેમજ મંત્ર, તંત્રની વિધિ કરનારા પણ કાળી રાતના સ્મશાનમાં જઈને અનેક વિધિ પોતાની સિદ્ધિ જાળવી રાખવા માટે કરતાં હોય છે. કેટલાક ઘરની ગૃહિણીઓ ઘરમાંથી ઘરકંકાશ કકળાટ કાઢે છે. જેમાં સાંજ પછી કકળાટ કાઢવા માટે જૂના ઝાડુ, માટલા કાઢી નવા મુક્યા હતા. કેટલાક લોકો વડા, પુરી, સુરણ વગેરે બનાવી હનુમાનજી, ભૈરવ દેવના મંદિરમાં મુકી પરિવારના રક્ષણ માટે ક્રિયા નિમિત્તે કાળો કુકડો, કાળા તલ, કાળા દોરા, મણકા, કાળારંગનુ કાપડ સહિત કાળારંગની સામગ્રી સાથે નદી, પટ, કોતર, ભાગોળ, સ્મશાન વિસ્તારોમાં વિશેષ વિધિઓ કરવામાં આવી હતી. આસો વદ અમાસ એટલે કાળી ચૌદશ ભૂવા, જાગરીયા, તાંત્રિકો માટે ખાશ મહત્વ ધરાવે છે. કેટલાક લોકો સાંજના સમયે શનિ, ભૈરવ અને કાળકામાતાની પૂજા કરે છે. ઘરમાંથી ઘરકંકાશ કાઢવા ચાર રસ્તાઓ પર અડદના વડા,પાણીના કુંડાળા કરીને ઠેરઠેર મુક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો