તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંડીકૂચ:ઐતિહાસિક દાંડી યાત્રાની 91મી વર્ષ ગાઠની જિલ્લાભરમાં ઉજવણી

છોટાઉદેપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડેસર ચોકડી ઉપરથી સ્થાનિક યુવાઓ અને વનવિભાગ દ્વારા બાઇક રેલી સ્વરૂપે પ્રતાપપુરા કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. - Divya Bhaskar
ડેસર ચોકડી ઉપરથી સ્થાનિક યુવાઓ અને વનવિભાગ દ્વારા બાઇક રેલી સ્વરૂપે પ્રતાપપુરા કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

સમગ્ર દેશમાં યોજાઇ રહેલા ઇન્ડિયા@75 આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં એસ.એફ હાઇસ્કૂલ છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આગામી તા. 15મી, ઓગસ્ટ 2022ના રોજ દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં 75 અઠવાડિયા પૂર્વથી ઇન્ડિયા@75 આઝાદી કા અમૃત મહોત્સવ અને મહાત્મા ગાંધી દ્વારા આયોજીત ઐતિહાસિક દાંડીયાત્રાની 91મી વર્ષગાંઠ નિમિત્તે સાબરમતિ આશ્રમથી શરૂ થનારી દાંડીયાત્રાના ઉપલક્ષમાં રાજ્યમાં 75 સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર ખાતે ઈન્ડિયા@૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ અં}વિવેક રાવલ
છોટાઉદેપુર ખાતે ઈન્ડિયા@૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ અં}વિવેક રાવલ

જે પૈકી છોટાઉદેપુરમાં એસ.એફ હાઇસ્કૂલ, છોટાઉદેપુર અને ડી.બી.પારેખ હાઇસ્કૂલ, સંખેડા ખાતે એમ બે જગ્યાએ કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુર ખાતે આયોજીત કાર્યક્રમ દરમિયાન ઇકબાલ હાઇસ્કુલ શિક્ષક જે.આર.શાહે મહાત્મા ગાંધીના જીવન કવન તથા દાંડીયાત્રા અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. શિક્ષકોએ બાપુના પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ”નું ગાન કર્યું હતું. શાળાની બાળાએ પણ રાષ્ટ્રભક્તિ ગીતનું ગાન કર્યું હતું.

ચોરંદાના સ્વાતંત્ર સેનાની અંબાલાલ ગાંધીના પુત્ર હીરૂભાઈ ગાંધીનું સન્માન કરાયું હતું.
ચોરંદાના સ્વાતંત્ર સેનાની અંબાલાલ ગાંધીના પુત્ર હીરૂભાઈ ગાંધીનું સન્માન કરાયું હતું.

કાર્યક્રમ દરમિયાન સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં આયોજીત અમૃત મહોત્સવ ઉજવણી શુભારંભ કાર્યક્રમ અને દાંડીયાત્રા પ્રસ્થાન કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. આ ઉપરાંતે સંખેડા ડી.બી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત થઈ હતી. સંખેડા ડી.બી.પારેખ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દાંડીકૂચ યાત્રાની નાટીકા પ્રસ્તુત કરાઈ હતી. જે આકર્ષણરૂપ બની હતી. દાંડીકૂચની 91મી વર્ષગાંઠ અને આઝાદીના 75 વર્ષની 75 અઠવાડીયા પહેલા શરૂઆત કરવામાં આવી હતી.

ઉપસ્થિત અમરસીભાઈ ખાંભલીયાએ કાર્યકમનું અધ્યક્ષસ્થાન લીધુ હતુ. જેમાં જિલ્લા ભાજપા પ્રમુખ રશ્મીકાંત વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ મધૂસુદનભાઈ પટેલ, દાહોદ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગોરધનભાઈ રબારી તેમજ તાલુકા જિલ્લાના નવનિયુક્ત સદસ્યો હાજર રહ્યા હતા. કરજણ તાલુકાના મીયાગામ ખાતે પણ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીનો અમૃત મહોત્સવ યોજાયો હતો. જેમાં 12મી માર્ચે મહાત્મા ગાંધીજી શિબિરમાંથી આશ્રમથી દાંડી યાત્રા કરીને મીઠા પર નાખેલ કરનો વિરોધ કર્યો હતો. જેથી 12 માર્ચે આઝાદી અમૃત મહોત્સવ યોજાયો હતો.

કરજણ તાલુકાના ચોરંદા ગામના સ્વાતંત્ર સેનાની અંબાલાલ ગાંધીના પુત્ર હીરૂભાઈ ગાંધીનું સન્માન કરવામાં આવ્યું હતું. ડેસર તાલુકાના પ્રતાપપુરા ખાતે જિલ્લાકક્ષાનો આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શુક્રવારે ડેસર તાલુકા સેવા સદન અને ડેસર ચોકડી ઉપરથી સ્થાનિક યુવાઓ અને વનવિભાગ દ્વારા બાઇક રેલી સ્વરૂપે પ્રતાપપુરા કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

દેશભક્તિના ગીતો સાથે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ભજન સાથે શહીદોને શ્રદ્ધાંજલિ રૂપી મૌન ધારણ કર્યા બાદ કાર્યક્રમને અનુરૂપ ધારાસભ્ય સંસદસભ્યએ પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યું હતું. જન જનના ઉત્સવને 75 અઠવાડિયા સુધી ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં 75 સ્થળોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાશે.

સંખેડાનો કરણસિંહ પરમાર અને નસવાડીનો કેવજીભાઇ ડુભીલ દાંડીકૂચમાં જોડાયો
સંખેડા અને નસવાડીના બે યુવકો અમદાવાદથી નીકળેલી દાંડીયાત્રામાં જોડાયા હતા. સંખેડા ગામનો યુવક કરણસિંહ પરમાર અને નસવાડીનો યુવક કેવજીભાઇ ડુભીલ અમદાવાદથી નીકળેલી દાંડીકૂચમાં જોડાયા છે.જેવી રીતે મહાત્મા ગાંધીએ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે દાંડીકૂચ કરી હતી. ભારતની આઝાદીના 75માં વર્ષે ગાંધી આશ્રમ ખાતે આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ છે. અમદાવાદથી શરૂ થયેલી આ દાંડીકૂચમાં સંખેડા ગામનો યુવક કરણસિંહ પરમાર અને નસવાડી તાલુકાનો યુવક કેવજીભાઇ ડુભીલ આ દાંડીયાત્રામાં જોડાયો છે.

સંખેડાના પરમાર કરણસિંહે જણાવ્યુ હતુ કે,‘‘ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા તેઓની પસંદગી થયેલી છે.દાંડીકૂચમાં જોડાતા પહેલા પોલીસ વેરીફિકેશન કરાયુ હતંુ. શુક્રવારે પહેલા દિવસે કૂચ શરૂ થયા બાદ પહેલા દિવસે જ જ્યાંથી આ યાત્રા નીકળી ત્યાં સ્થાનિકો દ્વારા સ્વાગત કરાતું હતું. સુતરની આંટી કોઇ પહેરાવે તો કોઇ ફૂલમાળા પહેરાવતા. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સતત વાતાવરણ ગૂંજતુ રહ્યુ હતું. સંખેડાના યુવકની આ દાંડીકૂચ માટે પસંદગી થતા સંખેડાવાસીઓમાં હર્ષ-ગૌરવની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...