રજૂઆત સંતોષાઇ:શિક્ષકોના 8 પ્રશ્નનું સુખદ નિરાકરણ આવતાં જિલ્લા શિક્ષણ આલમ ખુશ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય શિક્ષણ સંઘ મંડળની વર્ષો જૂની રજૂઆત સંતોષાઇ
  • શિક્ષણ મંત્રી-નાણા મંત્રી સાથે શિક્ષકોની મીટિંગ યોજાઈ હતી

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના 8 જેટલા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઘણા વર્ષોથી સરકારમાં રજૂઆત કરવામાં આવતી હતી. જેના ભાગ રૂપે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી તથા નાણા મંત્રી સાથે ગાંધીનગર ખાતે શિક્ષકોની મીટિંગ યોજાઈ હતી અને શિક્ષકોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ આલમમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની મીટિંગ રાજ્યના નાણાં મંત્રી તથા શિક્ષણ મંત્રી સાથે યોજાઈ હતી. જેમાં વર્ષોથી પડતર પ્રશ્નો અંગે ચર્ચાઓ થઈ અને તેનો સુખદ નિરાકરણ આવ્યું હતું. જેમાં (1) ફિક્સ પગારમાં નિમણૂક પામેલ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ ઉચ્ચત્તર પગારધોરણ તેમજ અન્ય લાભો અંગે અંગે મંજૂરી,(2) એક વિદ્યાર્થી દીઠ પરિણામ આધારે ગ્રાન્ટ નીતિ જૂની પદ્ધતિ પ્રમાણે 300 રૂપિયા દંડ જે પહેલાં 100 પ્રમાણે હતો. તેની જોગવાઇ તથા વિદ્યાર્થીઓના પરિણામ અને શિક્ષણ સુધરે તે માટે વધારાના શિક્ષણ કાર્યનું આયોજન કરવું તથા તેના નિયમો બનાવવા (3) આચાર્યોને એલટીસીનો લાભ આપવાનો નિર્ણય (4) આચાર્યોને 5-1-65નો 1 ઇજાફો આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. (5) સાતમા પગારપંચના બાકી હપ્તાની ચૂકવણી કરવામાં આવશે જેવા 8 પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું હતું. શિક્ષણ જગતના પ્રશ્નોનું ઐતિહાસિક નિરાકરણ આવતા શિક્ષકોમાં ભારે આનંદ ફેલાયો છે

અન્ય સમાચારો પણ છે...