તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:પાણીબારમાં ગ્રામ ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને સ્ટેશનરીનું વિતરણ

પાનવડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાણીબાર ગામમાં ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા છેલ્લા 4 વર્ષથી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવે છે. 4 વર્ષથી ચાલતી આ પ્રવુતિઓ સાથે જોડાયેલા પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે જૂન -જુલાઇ મહિનાઓમા આમેય લોકોને બીયારણ, ખાતર દવા ઉપરાંત ખેતીમાં વાવણીને લઈ આર્થિક સંકડામણ અનુભવાતી હોય છે અને એજ સમયે બાળકોને અભ્યાસ અર્થે જરૂરી સ્ટેશનરી ખરીદી કરવાની જરૂર પડતી હોય છે જે રીતસરનું અઘરું થઇ પડતું હોય છે.

જે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 સુધીમાં અભ્યાસ કરતા 170થી વધુ વિધાર્થીઓ માટે વાર્ષિક જરૂરિયાત મુજબ ધોરણ પ્રમાણે શૈક્ષણિક કીટ તૈયાર કરીને તમામ બાળકોને હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ કોવીડ માર્ગદર્શીકાનુ ચૂસ્ત પણે પાલન કરીને આપવામાં આવ્યું હતું.

પ્રાથમિક શાળા પાણીબારની મુલાકાતે આવેલા ક્લસ્ટર કો- ઓર્ડિનેટર હર્ષદભાઈ વરીયાએ જણાવ્યું હતું કે પાણીબાર ગામમાંથી નોકરી કરતા કર્મચારીઓ - અધિકારીઓ તથા ગામના શિક્ષીત અને જાગૃત યુવાનોના ગ્રૂપ દ્વારા જે વિદ્યાર્થીઓ માટે છેલ્લા 4 વર્ષથી બાળકો માટે શૈક્ષણિક કીટ તૈયાર કરીને આપવા જેવી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. તે ખુબ જ સારી બાબત છે. આવી સરાહનીય પ્રવુતિઓ કરવામાં આવે છે. તે વિસ્તાર તથા અન્ય ગામો માટે અને સમાજ માટે પ્રેરણારૂપ અને દિશાસૂચક છે.

આ ઉપરાંત ચાલુ વર્ષે 30 જૂને પાણીબાર ગામમાંથી નોકરી કરતા 3 કર્મચારીઓ કચુભાઈ રાઠવા, રમણભાઈ રાઠવા તથા છીતુભાઈ રાઠવા વય નિવૃત્તિ પામતાં ત્રણ પૈકીના અત્રે ઉપસ્થિત રહેલાં છીતુભાઈ રાઠવા કે જેઓ 35 વર્ષની GMDCની તેમની સેવાઓમાંથી વય નિવૃત્ત થતા સાલ ઓઢાડી તથા રાતલી પાઘડી બાંધીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...