મદદ:પાનવડમાં તાલુકા વિકાસ અધિકારીના હસ્તે માસ્ક અને હોમિયોપેથિક દવાનું વિતરણ

કવાંટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કવાંટ તાલુકાના પાનવડ ખાતે કોરોના મહામારીને લઈને છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કવાંટ તાલુકામાં માસ્ક અને હોમિયોપેથીક દવાનું વિતરણ આંગણવાડી વર્કર, આશા વર્કર અને તલાટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં આજરોજ પાનવડ ખાતે માસ્ક અને હોમિયોપેથીક દવાનું વિતરણ કવાંટ તાલુકા વિકાસ અધિકારી, આંગણવાડી સુપરવાઈઝર, આંગણવાડી વર્કર, આશા વર્કર તથા તલાટીના સહયોગથી કરવામાં આવ્યું હતું. તેમજ આશાવર્કર દ્વારા આ હોમિયોપેથીક ગોળીઓ કેવી રીતે લેવી તેની સલાહ પણ અપાઈ હતી. 

અન્ય સમાચારો પણ છે...