તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાયનું વિતરણ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જિલ્લાના 6 લાભાર્થી બાળકોને સહાયનું વિતરણ કરાયું હતું. - Divya Bhaskar
છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જિલ્લાના 6 લાભાર્થી બાળકોને સહાયનું વિતરણ કરાયું હતું.
  • જિલ્લા કલેક્ટર અને ચાઈલ્ડ વેલફેર કમિટિના ચેરમેનના હસ્તે સહાયનું વિતરણ કરાયું

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલી કલેક્ટર કચેરી ખાતે કલેકટરની ચેમ્બરમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને ડિસ્ટ્રીકટ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન મુકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવી હતી.

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના કાળ દરમિયાન અનાથ બનેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ કોરોના કાળ દરમિયાન 0થી 18 વર્ષની વયજૂથના બાળકો કે જેના માતા-પિતા અવસાન પામ્યા હોય તેમજ જે બાળકના એક વાલી (માતા/પિતા પૈકી કોઇ પણ એક) મૃત્યુ પામ્યા હોય તેવા નિરાધાર બનેલ બાળકોને આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય મળવાપાત્ર થાય છે.

છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ સમિતિ દ્વારા 6 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ આપવાનું મંજુર કરવામાં આવતા આ છ બાળકોને માસિક રૂા. 4000 લેખે સહાય આપવામાં આવશે. ઉપર્યુકત સમિતિ દ્વારા મંજુરી આપવામાં આવેલ લાભાર્થીઓને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન મુકેશભાઇ પટેલના હસ્તે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અંગે વાત કરતા ઇન્ચાર્જ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિતભાઇએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંગે હાલ 6 બાળકોને ડી.બી.ટી. મારફતે રૂા. 4000 લેખે રૂા. 24000ની સહાય સીધા લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે. આવનારા સમયમાં પણ આવા બાળકોની ઓળખ કરી સહાય આપવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત પાલક માતા-પિતા યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં 558 અનાથ બાળકોને માસિક રૂા. 3000ની સહાય પણ ચૂકવવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. સહાય વિતરણ વેળા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવી નિનામા, લાભાર્થી બાળકો અને લાભાર્થીઓના પાલક વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...