લોકડાઉન:પાનવડમાં લોકડાઉનમાં છૂટછાટ મળવા છતાંય વેપારીઓમાં નિરાશા

પાનવડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને લઈને તંત્ર દ્વારા આપેલા લોકડાઉનમાં શરૂઆતમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના વેપારીઓને સમય મર્યાદામાં દુકાન ખોલવા માટેની છૂટછાટ આપવામાં આવી હતી.  જેથી આજુબાજુના ગામોમાંથી લોકો જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવા આવતા હતા. હાલ સવારથી સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. પરંતુ હજીય ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સમય વધારવાની જાણ નહિ હોવાથી લોકો સવારમાં પાનવડ બજારમાં આવી ખરીદ - વેચાણ કરી રહ્યા છે અને સવારના અગિયાર વાગ્યે બાદ બજારો સૂમસામ બની જતા વેપારીઓના ધંધા નહિવત થતા વેપારીઓ ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...