કોંગ્રસના 43 ઉમેદવારની યાદી જાહેર:સંખેડા વિધાનસભા બેઠક પર ધીરુભાઈ ભીલ પર પસંદગી ઉતારી, પાંચમી વખત કોંગ્રેસે ભરોસો મૂક્યો

છોટા ઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યાં છે. ત્યારે ગત મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લાની સંખેડા 139 બેઠક પર પાંચમી વખત જૂના જોગી ધીરુભાઈ ભીલ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગ્લ ફૂકાઈ ચૂક્યું છે. આગામી 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન બે તબક્કામાં થનાર છે. ત્યારે ઉમેદવારોની પસંદગી રાજકીય પાર્ટીઓ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે 43 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લાની સંખેડા 149 બેઠક પર જુના જોગી અને 5 વખત કોંગ્રેસમાંથી વિધાનસભા લડી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

ધીરુભાઈ ભીલે 1995 માં પોતાની વિધાનસભાની પહેલી ચૂંટણી અપક્ષ તરીકે ચૂંટણી લડીને કરી હતી. અને પહેલી જ વખત ભાજપના કે.ટી.ભીલને 10609 મતથી હરાવીને વિજેતા બન્યા હતા. ત્યારબાદ તેઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને કોંગ્રેસમાંથી 1998, 2002, 2007, 2012 અને 2017 માં વિધાનસભાની ચુંટણી લડી હતી. જેમાં 2002 અને 2017 માં હારનો સ્વાદ ચાખ્યો હતો. પરંતુ 2022માં કોંગ્રેસે પીઢ નેતા ધીરુભાઈ ભીલ ઉપર ફરીથી પસંદગી ઉતારતાં સંખેડા નસવાડીના કોંગ્રેસી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...