તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવરાત્રિ:શક્તિ સાધનામાં ભક્તો લીન બનશે ઢોલના ધબકાર વિના સૂની રહેશે નવરાત્રિ

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલું કાલિકા માતાનું મંદિર જ્યાં નવરાત્રિ દર વર્ષે યોજાય છે
  • કોરોના સંક્રમણને રોકવા ગરબાનું આયોજન નહીં કરાય, કાપડ, ચણિયા ચોળી, કટલરીના ધંધામાં મંદીનો માહોલ
  • છોટાઉદેપુરના કાલિકા મંદિરનો જીર્ણોદ્ધાર મહારાજા ફતેસિંહજીએ સં.1969માં કર્યો હતો

તારીખ 17 ઓક્ટોબર આસો સુદ એકમને શનિવારથી મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો શુભ આરંભ થઈ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં દરેક તાલુકાઓમાં મા શક્તિની આરાધના અર્થે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મા શક્તિના આ પર્વમાં જાપ તપ અને યજ્ઞનું વિશેષ મહત્વ હોય છે. જેનું વિધિવત રીતે પૂજન અર્ચન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. છોટાઉદેપુર નગરની મધ્યમાં સ્ટેટ સમયનું શ્રી કાલિકા માતાનું ચમત્કારિક મંદિર આવેલું છે. ગ્રામજનો માટે તે ભારે આસ્થાનું કેન્દ્ર છે. જે અંદાજિત 300 વર્ષ પુરાણું માનવામાં આવે છે.મહારાજા ફતેસિંહજી ચૌહાણ દ્વારા સંવત 1969માં આ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો. શ્રી કાલિકા માતા છોટાઉદેપુર રાજવી પરિવારના કુળદેવી હોઇ આ મંદિરે રાજવી પરિવાર અવારનવાર દર્શન અર્થે આવે છે.

દર વર્ષે નવરાત્રીમાં શ્રી કાલિકા માતાના મંદિરના ચોકમાં આરતી, ગરબા, પ્રસાદ, વિતરણ વગેરેનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવે છે. તેમજ ધામધૂમપૂર્વક નવરાત્રી પર્વની ઉજવણી કરાય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાઇરસ જેવી મહામારીના કારણે સંક્રમણ ફેલાય નહીં તે હેતુથી સરકારની ગાઈડલાઈન મુજબ ગરબાનું આયોજન કરાશે નહિ અને સાદગી પૂર્વક સોશિયલ ડિસ્ટન્સ સાથે માત્ર સાંજની આરતી રવામાં આવશે. પ્રસાદ વિતરણ પણ કરવામાં આવશે નહિ. તેમ મંદિરના મહંત તુષારભાઈ પંડ્યાએ જણાવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં નવરાત્રી પર્વમાં ગરબાની મંજૂરી ન મળતાં યુવાનોમાં જોકે ભારે નિરાશા જોવા મળી રહી છે. કાપડ, ચણિયા ચોળી, કટલરીના વેપારમાં પણ કોરોના ઇફેક્ટ જોવા મળે છે. આ તમામ વેપારમાં ભારે મંદીનો માહોલ દેખાઇ રહ્યો છે. એમાં પણ જે વેપારીઓએ અગાઉથી માલ મંગાવી લીધો છે તેઓને રડવાનો વારો આવ્યો છે. એક તરફ મોંઘવારી અને બીજી તરફ ધંધા રોજગારીના ઠેકાણાં ન પડતાં બજારમાં ભારે હતાશા જોવા મળી રહી છે. બીજી બાજુ જિલ્લામાં નવરાત્રી નિમિત્તેે ગરબા માટે મંજૂરી ન મળતાં ફરસખાના તથા ગાયક કલાકારો અને મ્યુઝિક આર્ટિસ્ટ પણ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જેઓ માત્ર ગરબા અને જાહેર કાર્યક્રમો કરતા હોય તેઓની હાલત તો કફોડી જોવા મળી રહી છે. આ નવરાત્રીમાં લોકો માતાજીને એ જ પ્રાર્થના કરે છે કે હવે કોરોના જલદીથી વિદાય લે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો