તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:યુવતીને ભગાડી જનાર યુવકની માતાને માર મારનાર 7 વ્યક્તિઓની અટકાયત

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22 જૂને 11 વ્યક્તિઓએ ભેગા મળી યુવકની માતાને માર માર્યો હતો
  • પીડિત મહિલાને બોડેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી

છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામનો યુવાન પાલસંડા ગામના રહીશની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને લઈ લગ્ન કરવાના ઇરાદે ભાગી ગયો હતો. તે ક્યાં ગયો છે તેની જાણ યુવાનની માતાને નહતી. પરંતુ બનાવનું કારણ ધરીને યુવતીના પિતા તથા પરિવારજનો સબંધીઓએ કુલ 11 વ્યક્તિઓએ ભેગા મળીને તા 22 જૂનના રોજ યુવકની માતાને લાકડી વડે માર માર્યો હતો અને તેની સાથે ખરાબ વર્તન અને આદિવાસી મહિલા ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

પીડિત મહિલાને બોડેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે અંગે પોલીસે તારીખ 23 જૂનના રોજ 11 જેટલી વ્યક્તિઓ સામે ઇપી કો કલમ 143, 147, 323, 325, 504, 506(2) હેઠળ ફરિયાદ નોંધી હતી. આ અંગે પોલીસે તારીખ 26ના રોજ 7 વ્યક્તિઓની અટકાયત કરી હતી. જેમાં રાજુભાઇ તેરસિંગભાઈ રાઠવા, વીપીનભાઈ તેરસિંગભાઈ રાઠવા, કાળુભાઇ કનુભાઈ રાઠવા, નિતેશભાઈ છત્રસિંહભાઈ રાઠવા, ભરતભાઇ વિરસિંગભાઈ રાઠવા, રાજુભાઇ ભીખાભાઇ હરિજન તમામ રહેવાસી પાલસંડા તા.છોટાઉદેપુર, જિ. છોટાઉદેપુર તથા દિલીપભાઈ કિરણભાઈ નાયકા રે. ઘૂંટણવડ વસાહત છોટાઉદેપુરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમ પીઆઈ જે.કે.પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...