વિરોધ પ્રદર્શન:છોટાઉદેપુરમાં વિરોધ પ્રદર્શનમાં 10 કોંગી કાર્યકરોની અટકાયત

છોટાઉદેપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારા અંગે વિરોધ પ્રદર્શન

છોટાઉદેપુર નગરના ફતેપુરા વિસ્તારમાં આવેલ નવદુર્ગા પેટ્રોલપંપ પાસે શુક્રવાર તા11 જૂનના કોંગ્રેસ શહેર સમિતિના કાર્યકરો દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ સમિતિ ઉપ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, ઈશ્વરભાઈ રાઠવા, ડી કે રાઠવા, નુરુદ્દીનભાઈ સુરતી, વેલજીભાઈ રાઠવા, શૈલેષભાઇ રાઠવા, રાહુલભાઈ પરમાર, અસ્ફાકભાઈ સોની કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા.

સરકાર દ્વારા વધારવામાં આવેલ પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ સામે છોટાઉદેપુર ફતેપુરા વિસ્તારમાં આવેલ નવદુર્ગા પેટ્રોલપંપ પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરવામાં આવતા પોલીસે સંગ્રામસિંહ રાઠવા સહિત 10 જેટલા કોંગ્રેસ કાર્યકરોની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. તેમ પી આઈ જે કે પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...