તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:જિલ્લામાં અનલોક થતાં શ્રમિકોનું મજૂરી અર્થે પ્રયાણ

છોટાઉદેપુર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના કારણે તમામ આદિવાસી મજૂર વર્ગ માદરે વતન પરત આવી ગયો હતો
 • મતદારો મજૂરી અર્થે જઇ રહ્યા હોવાથી મતદાન ઓછું થઈ શકે છે

છોટાઉદેપુર જિલ્લો બોહળી આદિવાસી વસ્તી ધારાવતો જિલ્લો છે. જિલ્લામાં 90 ટકા આદિવાસીઓ વસવાટ કરે છે. જિલ્લામાં રોજગારી અર્થે ખેતી સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોય જેથી પૂરક રોજગારી મેળવવા અર્થે અન્ય રાજ્યો તથા અન્ય જિલ્લાઓમાં મજૂરી અર્થે જવાનો વારો આવે છે. ભારતમાં ચાલી રહેલ કોવિડ-19 કોરોના વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર દેશમાં સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના રૂપે કોરોનાના ડરને કારણે સમગ્ર રાજ્યમાં તથા પર રાજ્યમાં રોજગારી મેળવવા અર્થે ગયેલો તમામ આદિવાસી મજૂર વર્ગ માદરે વતન પરત આવી ગયો હતો.

પરંતુ હવે અનલોક થતા દેશના સમગ્ર રાજ્યોમાં કામ ધંધા શરૂ થઈ જતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ પરત પૂરક રોજગારી મેળવવા સારું મજૂરી અર્થે પ્રયાણ શરૂ કર્યું છે. બોહળી આદિવાસી વસ્તી ધરાવતો છોટાઉદેપુર જિલ્લામાં રોજગારીનો પ્રશ્ન જટીલ છે. જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પિયાત અંગેની સગવડ ન હોય ચાલુ વર્ષે ખેતીમાં વરસાદના કારણે પણ ભારે નુકસાન થયું હોય છે. જિલ્લામાં પૂરક રોજગારી મળી રહે તો અન્ય જગ્યાએ જવાનો વારો આવે નહી. છોટાઉદેપુર પંથકમાં એક માત્ર ચાલતો ડોલોમાઈટ ઉદ્યોગ હાલ લોકડાઉન સમયથી મંદીના માહોલમાં સપડાયો છે.

ડોલોમાઈટ ઉદ્યોગમાં જોડાયેલા હજારો શ્રમિકો અને કર્મચારીઓ હાલ બેકાર જોવા મળી રહ્યા છે. મંદીના માહોલના કારણે જોઈએ તેવા ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાના કારખાના પણ ચાલતા નથી. જેના કારણે પણ ઘણા અન્ય જગ્યાએ મજૂરી અર્થે જતા હોવા મળી રહ્યા છે.હાલ થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉમેદવારો પત્ર પણ ભરાઈ ગયા છે. પરંતુ ઘણા મતદારો મજૂરી અર્થે જઇ રહ્યા છે જેના કારણે મતદાન ઓછું થઈ શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો