તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:છોટાઉદેપુર વોટરવર્કસ પાસે થતું રેતી ખનન અટકાવવા માગ

છોટા ઉદેપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુરમાં વોટરવર્કસ પાસે મોટા પ્રમાણમાં રેતી ખનન થતાં કૂવાની આસપાસ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે - Divya Bhaskar
છોટાઉદેપુરમાં વોટરવર્કસ પાસે મોટા પ્રમાણમાં રેતી ખનન થતાં કૂવાની આસપાસ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે
 • મધ્યરાત્રીએ મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતી ખનન થતું હોવાની પ્રજા દ્વારા થઈ રહેલી ફરિયાદ
 • કૂવાની આસપાસ રેતી ખનન થતાં દર વર્ષે પાણીના સ્તરમાં થતો ઘટાડો

છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા સંચાલિત 2 વોટરવર્કસ આવેલા છે. જેમાં એક વોટરવર્કસ વારીગૃહ હનુમાન મંદિર પાસે, અને બીજું ફતેપુરા વિસ્તારમાં આવેલુ છે. જ્યાં ઓરસંગનદીમાં વોટરવર્કસના કૂવા આવેલા છે. જેમાં ફતેપુરા વોટરવર્કસ પાસે આસપાસના વિસ્તારમાં મધ્ય રાત્રીના થતું ગેરકાયદે રેતી ખનન અટકાવવા પ્રજા માગ કરી રહી છે. છોટાઉદેપુર નગરમાં આવેલ નગરપાલિકા સંચાલિત બંને વોટરવર્કસ દ્વારા નગરની 35 હજાર જેટલી વસ્તીને પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં ફતેપુરા ખાતે આવેલ વોટરવર્કસની આસપાસના વિસ્તારમાં મધ્યરાત્રીના મોટા પ્રમાણમાં ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની પ્રજા ફરિયાદ કરી રહી છે. અને રેતી ખનન અટકાવવા માગ કરી રહી છે.

છોટાઉદેપુર નગરમાં આવેલ ફતેપુરા વોટરવર્કસ પાસે ઓરસંગ નદીમાં નદીમાં આવેલ પાણીના કૂવાની આસપાસ રેતી ખનન થતા દર વર્ષે પાણીના સ્તરમાં ઘટાડો જોવા મળે છે. કૂવા (ઇન્ટેકવેલ) પાસે થતા રેતીના ખોદકામને લીધે નદીમાં રેતી ઓછી થઈ જવાના કારણે પાણીના સ્તર અત્યારથી ઊંડા ઉતરી ગયા છે. આ સમસ્યા દર વર્ષે સર્જાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવતા નથી. જેના કારણે પાણી વગર પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે.

ભારે રેતી ખનનને કારણે નદીમાં રેતીના સ્તર ઘટી જતાં આવેલ પાણીના કૂવાની આસપાસ પણ રેતી ઓછી થઈ જતા કૂવાને પણ નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. ઓરસંગમાં ભૂતકાળમાં આવેલ ઘોડાપૂરના કારણે વોટરવર્કસ ભારે નુકસાન થયું હતું. સંપની પાઇપો ધોવાઈ જતા ભર ચોમાસામાં પણ પ્રજાને પાણીની મુશ્કેલી પડતી હતી. આ તમામ નગરની સમસ્યાનો પ્રશ્ન છે જે અંગે તંત્ર યોગ્ય પગલાં ભરે એ નગરના હિતમાં ઘણું જરૂરી છે.

હજુ ઠંડીનો માહોલ છે. આવનાર માર્ચ મહીનાથી ગરમીની શરૂઆત થશે આવનાર સમયમાં કપરો ઉનાળો આવશે. છોટાઉદેપુર નગર બારે માસ ઓરસંગ નદી આધારિત પાણી પીવે છે. નગરમાં પાણી અંગેની બીજી કોઈ વ્યવસ્થા ન હોય ઓરસંગ નદીમાં નગરપાલિકા દ્વારા અંદાજીત રૂપિયા 4 કરોડના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવી રહ્યો છે. તેને હજુ સમય લાગે તેમ છે.

મધ્યપ્રદેશના ભાભરાથી શરૂ થતી ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થાય છે. જેમાં અનેક જગ્યાઓ ઉપર જ્યાં તંત્ર દ્વારા રેતીની લિઝ ફાળવવામાં આવેલ નથી ત્યાં પણ રેતી માફિયાઓ દ્વારા મોડી રાત્રીના ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે. જે ઓરસંગ નદી કિનારે આવેલ જે ગામો નદીના પાણીનો ઉપયોગ કરે છે તે ગામો માટે નદીમાં થતી રેતી ખનન પ્રવૃત્તિ ભવિષ્યમાં ભારે નુકસાન કરી શકે તેમ છે. જેને અટકાવવા પ્રજા માગ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો