માંગણી:છોટાઉદેપુરની આશ્રમ શાળાઓમાં સોલર વોટર હિટર બેસાડવા માંગ

છોટાઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળા અને ચોમાસામાં વિદ્યાર્થીઓએ ઠંડા પાણીએ સ્નાન કરવું પડે છે

છોટાઉદેપુર જિલ્લામાં 55 જેટલી પ્રાથમિક અને માધ્યમિક આશ્રમ શાળાઓ છે. જેમાં આદિવાસી બાળકોને શિયાળા, ચોમાસામાં ઠંડા પાણીએ સ્નાન કરવાનો વારો આવે છે. જેને કારણે જિલ્લાની આશ્રમ શાળાઓમાં પણ સોલાર વોટર હિટર લગાડાય અને સુવિધા આપવામાં આવે જેથી આશ્રમ શાળાઓમાં રહેતા વિદ્યાર્થીઓને લાભ મળે જેથી સોલર વોટર હિટર બેસાડવા પ્રબળ માંગ ઉઠી છે. છોટાઉદેપુર જિલ્લા આશ્રમશાળા સંચાલક મંડળના અધ્યક્ષ રમેશભાઈ ખત્રીએ જણાવ્યું હતું જે રાજ્યના મંત્રીએ જાહેરાત કરી છે કે અંબાજીથી ઉમરગામ સુધી જે આશ્રમ શાળાઓ છે એની અંદર સોલર વોટર હિટર બેસાડવાના છે.

જેની જાહેરાત કરી છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લો એમાંથી બાકાત ન રહી જાય જેનું સરકાર ધ્યાન આપે તથા લાગતા વળગતા અધિકારીઓ ધ્યાન આપે એવી અમારી અપીલ છે. તથા આદિવાસી બાળકોને શિયાળા અને ચોમાસામાં ઠંડા પાણીએ સ્નાન કરવાનોનો વારો આવે છે.

જેના કારણે ફલૂ તથા અન્ય રોગો ફેલાવાનો ભય રહેલો છે. વધુમાં જણાવ્યું હતું કે આશ્રમ શાળાઓમાં ભોજન શિવાય કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવતી ન હોઇ સોલર વોટર હિટર અંગે જે નિર્ણય લેવાયો એ વ્યાજબી અને જરૂરી છે. એવીજ રીતે છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યો છે. તેઓ પણ આવી આશ્રમશાળા અને આદિવાસી બાળકોની જરૂરિયાત માટે વિધાનસભામાં તેમનો અવાજ રજૂ કરે અને જિલ્લાના બાળકોને તેનો લાભ મળે એ પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...