તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંસદની PMને રજૂઆત:આદિવાસી સમાજમાં રાઠવા અને રાઠવા કોળી તથા કોળી રાઠવા તરીકે નિર્દેશિત કરવા માગ

છોટા ઉદેપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાંસદ નારણભાઈ રાઠવા દ્વારા PM મોદીને પત્ર લખી રજૂઆત કરાઈ
 • સમાજના લોકોને આરક્ષણનો લાભ લેવામાં પડતી મુશ્કેલી

છોટાઉદેપુર પૂર્વ રેલ રાજ્ય મંત્રી અને હાલમાં રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ આદિવાસી સમાજમાં રાઠવા અને રાઠવા કોળી તથા કોળી રાઠવા તરીકે નિર્દેશિત કરવા અર્થે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એક ભલામણ પત્ર લખી રજૂઆત કરી છે.

વડાપ્રધાનને લખેલ પત્રમાં સાંસદે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની સૂચિમાં રાઠવા જાતિ તેનો પર્યાય વાહી રાઠવા કોળી, કોળી રાઠવા, નવીનતમ રૂપ રાઠવા અને રાઠવા કોળી તથા કોળી રાઠવા કરવા હેતુ પ્રેરિત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના સૈયુક્ત સચિવના પત્ર તા 19 સપ્ટેમ્બર 2020મા પણ કરવામાં આવેલ ઉલ્લેખ મુજબ રાઠવા કોળી, અને કોળી રાઠવા અને રાઠવાને એકજ સમાન બતાવ્યા છે. આદિવાસી વિકાસમાં રાઠવા કોળી અને કોળી રાઠવાને રાઠવાનાના અનુરૂપ તેમના રીતી રિવાજો, વિવાહ સબંધો, સામાજિક આર્થિક સ્થિતિ, ધાર્મિક વિશ્વાસ ઓર અનુષ્ઠાન ઇત્યાદિને એક સમાન બતાવવામાં આવ્યું છે.

જે મુદ્દા ઉપર સમય સમય ઉપર રાજ્ય સરકાર ચર્ચાઓ થઈ છે. અને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને રોજગાર વિભાગ સાથે સહમતીથી નિર્ણય લેવાયો છે કે રાઠવા કોળી જે વર્તમાન સમયમાં ઓબીસી શ્રેણીમાં આવે છે. તેને રાજ્યની ઓબીસી સૂચિમાંથી નીકાળીને રાજ્યની એસટી સૂચિમાં તથા રાઠવા જાતીના પર્યાયવાહી રૂપમાં જોડવામાં આવે.વધુમાં તેમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના ટ્રાયબલ એફેયર્સ મંત્રાલય ગુજરાત સરકારના સૈયુક્ત સચિવને ઉપરોક્ત પત્ર 19 સપ્ટેમ્બર 2020 ઉપર આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

જેથી સમાજના લોકોને આરક્ષણનો લાભ લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી કાંસ્ટીટ્યુશન ઓર્ડર તા 6 સપ્ટેમ્બર 1950ના સિ.નં. 25માં વર્ણીત રાઠવા જ્ઞાતિની સાથે રાઠવા કોળી અને કોળી રાઠવા જોડી નવીન રૂપ રાઠવા અને રાઠવા કોળી કોળી રાઠવા કરવા માટે નિર્દેશ કરવા ભલામણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો