તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:છોટાઉદેપુર બજારનો નવીન રસ્તો બનાવવા પાલિકાના સભ્યની માગ

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બજારનો મુખ્ય માર્ગ હોવાને કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી છે
  • જૂન મહિનામાં અચાનક વોર્ડ નં.7ના રસ્તાને તોડી પાડવામાં આવ્યો હતો

છોટાઉદેપુર નગરમાં વોર્ડ નંબર-7માં મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસથી દરબાર હોલ સુધીના રસ્તાનું વહેલી તકે નવીનીકારણ કરવા નગરપાલિકાના સભ્ય વંદન પંડ્યાએ પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. આપેલ પત્રમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર-7માં બજારના મુખ્ય રસ્તામાં ડામરનું લેયર હજુ થોડા સમય પહેલા પાથર્યુ હતું. જૂનમાં અચાનક રસ્તાને તોડી પડાયો હતો. સમગ્ર ચોમાસામાં બજારનો મુખ્ય માર્ગ હોવાને કારણે પ્રજાને હલાકી ભોગવવી પડી છે.

રસ્તાના આસપાસના નાગરિકોની ફરિયાદ છે કે પાલિકા જૂના રસ્તાનું ખોદકામ કર્યા વિના માત્ર અગાઉના રસ્તા ઉપર નવા લેયર ચઢાવે છે. અને રસ્તાની ઉંચાઈ વધી ગઈ છે. આસપાસની દુકાનો અને મકાનોમાં ધૂળ ઉડીને નુકસાન કરે છે. વોર્ડના નાગરિકોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખી ઉત્તમ ગુણવત્તાનો આરસીસી રોડ બનાવવાની આપેલ પત્રમાં માગ કરી છે. આ અંગે પાલિકા પ્રમુખ નરેન જયસ્વાલે કહ્યું હતું કે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડી આરસીસી રોડ બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...