તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:છોટાઉદેપુર પોસ્ટ ઓફિસ નજીક નમી પડેલો ટેલિફોનનો થાંભલો દૂર કરવા માગ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર પોસ્ટ ઓફીસ પાસે નમી પડેલો ટેલિફોનનો થાંભલો પ્રજાને નડતર રૂપ હોવાથી તેને દૂર કરવા માંગ કરવામાં આવી છે. - Divya Bhaskar
છોટાઉદેપુર પોસ્ટ ઓફીસ પાસે નમી પડેલો ટેલિફોનનો થાંભલો પ્રજાને નડતર રૂપ હોવાથી તેને દૂર કરવા માંગ કરવામાં આવી છે.
  • 5 મહિનાથી વચ્ચેથી તૂટીને નમી પડતાં આજુબાજુના રહીશોને પડતી અડચણ

છોટાઉદેપુર નવાપુરા પોસ્ટ ઓફીસ પાસે આવેલ બી એસ એન એલ ટેલિફોન વિભાગનો થાંભલો ઘણા સમયથી વચ્ચેથી તૂટીને નમી પડ્યો છે. વાવાઝોડું આવે કે પવન ફૂંકાય ત્યારે અકસ્માત થવાનો પ્રજામાં ડર છે. થાંભલાની બાજુમાં જિલ્લાની પોસ્ટ ઓફીસ હોવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોય છે. સામેની બેન્કમાં ખાતેદારો આવતા હોય વાહન પાર્કિંગ અર્થે પણ મુશ્કેલી પડે છે.

જે થાંભલાને દૂર કરવા તંત્ર દ્વારા ઝડપથી પગલાં ભરવામાં આવે તેમ પ્રજા માંગ કરી રહી છે. વાહન પાર્કિંગ કરવામાં ભારે તકલીફ પડે છે પોસ્ટ ઓફીસ પાસે નમી પડેલો ટેલિફોનનો થાંભલો પ્રજાને ભારે નડતર રૂપ છે. જેને સત્વરે દૂર કરવો જરૂરી છે. નમી પડેલો થાંભલો આવતા જતા લોકોને ભારે નડતર રૂપ છે. જેના કારણે વાહનો પાર્કિંગ અર્થે પણ ભારે તકલીફ પડે છે. >દીનેશચંદ્ર ડી. ઉપાધ્યાય, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...