તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગ:LRDની ભરતીમાં પુરુષ ઉમેદવારોને થયેલ અન્યાયને દૂર કરવા માગ

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી જગ્યાઓ મંજૂર કરવા ધારાસભ્ય દ્વારા માગ

લોક રક્ષક દળની ભરતીમાં ઉત્તીર્ણ થયેલ પુરુષ ઉમેદવારો સાથે થયેલ અન્યાયને દૂર કરવા અને નવી જગ્યાઓ મંજૂર કરવા બાબતે પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા માંગ કરી રહ્યા છે. ધારાસભ્યએ ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને એક પત્ર લખીને માંગ કરી છે.

ગૃહમંત્રીને લખેલ પત્રમાં ધારાસભ્યએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા એલઆરડીની પરીક્ષા લઈ ભરતી કરવામાં આવી હતી. જે મુજબની ભરતી પ્રક્રિયામાં 33 ટકા મહિલા અનામત અનુસંધાને પુરુષ યુવાનોના અનામતમાં અન્યાય થયેલ છે. જે અંગે પુરુષ ઉમેદવારોને અન્યાય થવા અંગે વિવિધ જગ્યાએ રજૂઆતો સરકારી કચેરીઓમાં યુવાનોએ કરી છે. આવનાર ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં નવી જગ્યાઓ ઉભી કરવા અને યુવાનોને રોજગારી પુરી પાડવા અર્થે ધારાસભ્યએ ગૃહમંત્રીને લખેલ પત્રમાં માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો