રજૂઆત:જિલ્લાના SSC GD કોન્સ્ટેબલ ઉમેદવારોની ભરતી કરવા માગ

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોહનસિંહ રાઠવાએ CM, PM સહિત ઉચ્ચકક્ષાએ પત્ર લખી રજૂઆત કરી

છોટાઉદેપુર એસ એસ સી જી ડી કોન્સ્ટેબલ 2018 મેડિકલ પાસ કરેલ ઉમેદવારોને તાત્કાલિક નિયુક્તિ કરવા અર્થે છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રીને એક પત્ર લખી માંગ કરી છે.

આપેલ પત્રમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક આદિવાસી યુવાનો બેરોજગાર છે. તેઓએ કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની એસ એસ સી જી ડી કોન્સ્ટેબલ 2018 ભરતીની પ્રક્રિયા કરી કતી. જેને ત્રણ વર્ષ જેવો સમય થવા આવ્યો. જે ભરતીમાં 60210ની જગ્યા છે અને 85000 જેટલા કેન્ડીડેટ ત્રણેય ચરણમાં ઉત્તીર્ણ થયા છે. જેના લીધે કટ ઓફ થશે અને 2500 કેન્ડીડેટને ભરતીથી બહાર કરી દેવામાં આવશે. જેઓની વય મર્યાદા પણ થઈ ચૂકી છે. 1 લાખ 11 હજાર જેટલા પેરા મિલિટરી ફોર્સના પદ પણ ખાલી છે. જેની જાણકારી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં આપી હતી.

જે અંગે કોઈ સૂચના જારી કરવામાં આવી નથી અને કોઈપણ ઉમેદવારને આજ સુધી નોકરી આપવામાં આવી નથી. જે અંગે તા 12 નવેમ્બર 2020ના રોજ હજારો બેરોજગાર યુવાનો દિલ્હી રાજઘાટ ઉપર ધરણા પ્રદર્શન કરવાના છે. જે અંગે ધારાસભ્યએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે એસ એસ સી જી ડી કોન્સ્ટેબલ 2018 મેડિકલ પાસ કરેલ બધા ઉમેદવારોને તાત્કાલિક નિયુક્તિ કરવાં અર્થે લખેલ પત્રમાં માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...