તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:છોટાઉદેપુરમાં નિઝામી સોસા.માં તૂટેલી ગટર ફરી બનાવવાની માગ

છોટાઉદેપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરનો સ્લેબ છેલ્લા 2 મહિનાથી તૂટેલી હાલતમાં

છોટાઉદેપુર નગરમાં વોર્ડ નંબર-5મા આવેલ નિઝામી સોસાયટીમાં ગટરની ઉપરનો સ્લેબ છેલ્લા 2 મહિનાથી ગટર તૂટેલી હાલતમાં છે. જેની ઉપર બનાવેલ સ્લેબ તૂટી જઈ ગટરમાં પડતા પાણી ભરાઈ રહેવાની સમસ્યા રહે છે. જેનાથી ગટરના પાણી બહાર આવી જતા હોય મચ્છર અને ગંદકીના કારણે રોગચાળાની દહેશતનો રહીશોમાં ડર રહેલો છે. વાહનચાલકોને પણ પસાર થતા ગંદુ પાણી ઉડે છે.

નિઝામી સોસાયટી ખાતે આવેલ ગટર ઉપરનો સ્લેબ તૂટી જતા રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તંત્રને છેલ્લા બે મહિનાથી આ અંગે રજૂઆત કરતા કોઈ રિપેર કરવા પણ આવતું નથી. તંત્રને આ અંગે રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર આવીને માપ લઈને જતા રહે છે પરંતુ કોઈ કામગીરી થતી નથી. તૂટેલી ગટર નવેસરથી બનાવવા નિઝામી સોસાયટીના રહીશો માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...