તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વિદ્યાર્થીઓને શિક્ષણ માટેના સાધનો પૂરા પાડવાની માગ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ નારણભાઇ રાઠવા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત
  • છોટાઉદેપુર ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક કનેક્ટિવિટીના અભાવે બાળકોને ઓનલાઈન શિક્ષણ મળતું નથી

ગ્રામીણ વિસ્તારમાં એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટેના સાધનો પુરા પાડવા પૂર્વ રેલ રાજ્ય મંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી માગ કરી છે.

મુખ્યમંત્રીને લખેલ પત્રમાં તેઓએ જણાવ્યું છે કે કોરોના મહામારીને કારણે છેલ્લા 1 વર્ષથી શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. જેના વિકલ્પ રૂપે સરકારે ઓનલાઈન શિક્ષણ આપવાની નીતિ અપનાવેલ છે. ઓનલાઈન શિક્ષણ આપવાની કામગીરી શિક્ષકો મહામહેનતે આપી રહ્યા છે. પરંતુ શિક્ષકો અને આચાર્યોના અભિપ્રાય મુજબ આવું શિક્ષણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારને બે ભાગમાં વહેંચી નાખવાનું કામ થઈ રહ્યું છે. કારણ કે શહેરી વિસ્તાર તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન છે. જ્યારે નેટવર્ક કનેક્ટિવિટીના અભાવે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઓનલાઈન શિક્ષણ મળતું નથી.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉર્જામંત્રીના સહયોગથી 24 કલાક લાઇટની સુવિધા મળી રહે. જેથી બાળકો અને બાળકોના વાલીઓના મોબાઈલ ચાર્જ થઈ શકે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટના સહયોગથી દુર્ગમ ગ્રામીણ વિસ્તારોમાં ટાવરની સુવિધાઓ પુરી પાડવી જેથી નેટની સુવિધાઓ મળી રહે. નેટની સુવિધા ન હોવાથી ઓનલાઈન શિક્ષણ લઈ શકાતું નથી. જેનો વાલીઓ અને બાળકોમાં અસંતોષ છે.

જેથી સરકાર દ્વારા બીએસએનએલ ટાવર ઉભા કરવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે ટાવર ઉભા કરવાના ખર્ચની 50 ટકા રકમ સબસીડી પેટે આપવાનું આયોજન કરી દુર્ગમ અને આદિજાતિ વિસ્તારમાં ટાવર ઉભા કરીને મોબાઈલ નેટવર્ક પકડાય તેવું આયોજન કરવા માગ કરી છે. તેવી જ રીતે પ્રાઇવેટ કંપનીના ટાવરો ઉભા કરવાના ખર્ચની રકમ રાજ્ય સરકારના આદિજાતિ કલ્યાણ વિભાગ તરફથી આપવા પાત્ર 50 ટકા સબસીડી આપી નેટવર્ક પકડવા આયોજન ગોઠવાય જેથી ઓનલાઈન શિક્ષણની નીતિ સફળ થશે.

સરકારના સહયોગથી એસ સી, એસટી,અને ઓબીસીના વિદ્યાર્થીઓને આદિજાતિ વિકાસ અને સામાજિક ન્યાય અધિકારીતાના જે તે વિસ્તારના પ્રયોજના વહીવટદારના હવાલે મુકેલ ગ્રાન્ટમાંથી સ્માર્ટ ફોન લેપટોપ પુરા પાડવાની નીતિ બનાવી ઓનલાઈન શિક્ષણ આપવા બાળકોને મદદરૂપ થવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...