આવેદન:પંચાયત વિભાગની આરોગ્ય શાખાની MPHW, FHWમાં સીધી ભરતીની માંગ

છોટાઉદેપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના પરીક્ષાર્થીઓ દ્વારા ડીડીઓને આવેદનપત્ર અપાયું

છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે સેનેટરી ઇન્સ્પેકટર બે રોજગાર યુવા સમિતિ દ્વારા પંચાયત વિભાગની આરોગ્ય શાખાની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3 અને ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની સીધી ભરતી સત્વરે કરવા જિલ્લાના વિદ્યાર્થીઓ (પરિક્ષાર્થીઓ) દ્વારા જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલને એક આવેદનપત્ર આપ્યું હતું.

આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમે છેલ્લા 5 વર્ષથી ગુજરાત પંચાયત હસ્તકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખુબજ મહત્વની ગણાતી એવી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર 3 અને ફિમેલ હેથ્થ વર્કર 3ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. છેલ્લા 24 નવેમ્બર 2016માં જિલ્લા પંચાયત પસંદગી સમિતિ દ્વારા સીધી ભરતી કર્યા બાદ આજદિન સુધી કોઈ સીધી ભરતી આજદિન સુધી કરવામાં આવી નથી.

અમારી વધતી ઉંમર અને બેરોજગારી અમોને દિવસ રાત સતાવે છે. અમારામાંથી કેટલાકની ઉંમર 34 વર્ષ ઉપર પણ થઈ ગઈ છે. જે અમારા માટે ખતરાની ઘંટી સમાન છે. અમારામાં બાપે કાળી મજૂરી કરીને આમોને મહેનતથી ભણાવ્યા છે. પરંતુ અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 2200 અને ફિમેલ હેલ્થ વર્કરની 3300 જગ્યાઓ પહેલેથી ખાલી હોવા છતાં છેલ્લા 4થી 5 વર્ષથી સીધી ભરતી કરવામાં આવી નથી.

આ સ્ટાફની ગ્રામ્ય કક્ષાએ ખુબજ ઘટ છે.છેલ્લા 7થી 8 વર્ષથી સરકાર દ્વારા કોન્ટ્રાકટ બેઝ અને આઉટ સોર્સીસ ખાનગી એજેનસીના માધ્યમથી જુદી જુદી જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 11 માસ કરાર આધારિત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર 3 અને ફિમેલ હેલ્થ વર્કર 3ની ભરતી કરવામાં આવે છે. જેમાં શોષણ અપૂરતો પગાર અને લાચારી સિવાય બીજું અમને કશુ જ મળતું નથી.

જે ખરેખર અમારા જેવા સીધી ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને હળહળતો અન્યાય છે. જેથી કોન્ટ્રાકટ બેઝ અને આઉટ સોર્સીગના માધ્યમથી કરવામાં આવતી ભરતી અને આ સંપૂર્ણ સિસ્ટમ કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈને મેરીટના ધોરણે કાયમી સીધી ભરતી કરવામાં આવે તેવી માંગ આપેલ આવેદન પત્રમાં કરી છે.

અન્ય સમાચારો પણ છે...