તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં જુદી જુદી કેડેરમાં સીધી ભરતીની માગ

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અનામત નીતિ, સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓની અમલવારી કરાવવા માગણી

છોટાઉદેપુર જિલ્લાના એસટી, એસસી તથા ઓબીસી જાગૃત વકીલો ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં જુદી જુદી કેડેરમાં સીધી ભરતી અને અનામત નીતિ સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓની અમલવારી કરાવવા માગ કરી રહ્યા છે. આ અંગે બુધવારે છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે મહામહીમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને એક આવેદનપત્ર છોટાઉદેપુર જિલ્લા અધિક કલેકટરને આપ્યું હતું.

આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 20 વર્ષથી અનામત નીતિનો પૂર્ણ અમલ થતો નથી. નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઇકોર્ટના ચુકાદાઓની રાજ્યના વિવિધ વિભાગો અને કેડેરમાં સીધી ભરતી સમયે જાણી જોઈને અવહેલના કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારની વિવિધ જગ્યાઓ જેવી કે પીએસઆઈ/ જીપીએસસી/સ્ટાફ નર્સ/ ડોક્ટરો/ વગેરે ભરતીમાં SC/ST/OBC માટેની અનામત સીટ પર બેઠક ની અનામત પર અન્યાય થઈ રહ્યો છે.

એસટી, એસસી અને ઓબીસી હોવાથી રાજ્ય સરકાર અને કોલેજના ટ્રસ્ટી મંડળો જગ્યાઓ ભરતા નથી અને બેકલોગ રાખવામાં આવે છે. એસસી,એસટી ની બેકલોગ અને અનામત જગ્યાઓની પ્રથમ ખાસ ભરતી માટેની જાહેરાત આપવામાં આવે અને ઉમેદવારોની મેરીટ આધારિત ભરતી કરી નિમણૂક આપવામાં આવે તેવી 9 જેટલા મુદ્દાઓ સાથે માગ કરી છે. જેમાં એડવોકેટ લલિતચંદ્ર રોહિત, દિપકભાઈ રોહિત એડવોકેટ, રમેશભાઈ રાઠવા એડવોકેટ,સુમનભાઈ પરમાર એડવોકેટ, પી જી રાઠવા એડવોકેટ, કેબી રાઠવા એડવોકેટ, સમીરભાઈ પઠાણ એડવોકેટ, ઈમરાનભાઈ શેખ એડવોકેટ વગેરે વકીલોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો