તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:પશુ દવાખાના નજીક અગાઉ નક્કી કરેલી જગ્યામાં આરોગ્ય સબ સેન્ટર બનાવવા માગ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામે પેટા વિભાગ આરોગ્ય સેન્ટર બાંધવા અંગેનો વિવાદ વકર્યો છે. જે અંગે શુક્રવારે તેજગઢ ગામના આગેવાનો લાલભાઈ પંચાલ, રાકેશભાઈ પંચોલી, અક્ષયભાઈ પુરોહિત, દર્પણભાઈ શાહ, જયભાઈ પંચાલ, નાનુભાઈ પુરોહિત, કેતુલભાઈ પંચોલી, ધ્રુમિલભાઈ શાહ, મેઘલભાઈ પંચોલી અને નીતિનભાઈ પરમાર વગેરે રહીશો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે. આર. સોનીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેજગઢ ગામના સીટી સર્વે નં 66 ઉપરની જમીનમાં પેટાવિભાગ આરોગ્ય સેન્ટર બનાવવું નથી. પરંતુ અગાઉ નક્કી કરેલ પશુ દવાખાના પાસે આવેલ વિશાળ જગ્યામાં જ પેટા આરોગ્ય સેન્ટર બનાવવામાં આવે તેમ માંગ કરી છે.

આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેજગઢના સીટી સર્વે નંબર 66 પૈકીની જમીનમાં પેટા વિભાગ આરોગ્ય સેન્ટર બાંધકામ માટે જમીન ફાળવેલ છે. ત્યાં છેલ્લા 40 વર્ષથી હાટ બજાર ભરાય છે. આ હાટમાં આદિવાસીઓ મોટા પ્રમાણમાં શાકભાજી વેચવા અર્થે આવે છે. અને આ જમીનની આગળ હાટ તથા રોજબરોજ પોતાના પથરા નાખીને શાકભાજી વેચવા અર્થે લગભગ 300 દુકાનો લાગે છે. જેના કારણે આવવા જવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે. અને આ જગ્યાની આસપાસ ભરચક રહેણાક વિસ્તાર છે. જેથી આ સર્વે નં 66માં પેટાવિભાગ આરોગ્ય સેન્ટર નહિ બાંધવા જિલ્લા આરોગ્ય કચેરી તથા જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કે તેજગઢ ગ્રામ પંચાયતે બીજી નવીન જગ્યા પશુ આરોગ્ય ખાતે ગજાનન છત્રલય પાસે તા. 4 જૂનના રોજ પત્ર લખી જણાવ્યું હતું. આ બાબતે આગાઉના કલેકટર દ્વારા નવી જગ્યાનો સર્વે કરવા જિલ્લા આરોગ્ય અધિકારીને સ્થળ ચકાસણી માટે મોકલ્યા હતા. ત્યારે ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં પશુ આરોગ્ય વિભાગ પાસેની વિશાળ જગ્યામાં પેટા વિભાગ આરોગ્ય સેન્ટર બાંધવા સરપંચ તલાટી અને ગ્રામજનોની રૂબરૂમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ પસંદ કરી હતી. અને ત્યાં બાંધકામ કરવાનું જણાવ્યું હતું. ત્યાં કોઈ પણ જાતની મુશ્કેલી કે અડચણરૂપ નથી. વધુમાં રહીશો માંગ કરી રહ્યા છે કે તેજગઢના કેટલાક વિઘ્ન સંતોષી ઈસમો આ આરોગ્ય ભવનનો ખોટો વિરોધ દર્શાવી રહ્યા છે. જેથી આવા વિકાસ કાર્યોમાં વિઘ્ન સંતોષી ઇસમોની વાત ધ્યાને ન લેતા અગાઉ રૂબરૂ સ્થળપર આવી પશુ દવાખાના પાસેની પસંદ કરેલ જગ્યા ઉપરજ આરોગ્ય સબ સેન્ટરનું નિર્માણ કરવા આપેલ આવેદન પત્રમાં માંગ કરી છે. પશુ દવાખાના પાસે બનાવવામાં આવનાર સબ સેન્ટર અંગે તેજગઢ ગામના માત્ર બેથી ત્રણ વ્યક્તિજ વિરોધ કરી રહ્યા છે. તેમ રહીશો તેજગઢ ગામના રહીશો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...