સમસ્યા:છોટાઉદેપુરમાં વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માંગ

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યે મુખ્યમંત્રીને ઉદ્દેશીને પત્ર લખી રજૂઆત કરી
  • પાછોતરા વરસાદથી ડાંગર-કપાસના ઊભા પાકને મોટુ નુકસાન

છોટાઉદેપુર જિલ્લામાં કુલ 6268 મિમી જેવો સિઝનનો વરસાદ થઈ ગયો છે. જેમાં ખેતી પણ સારી થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પરંતું તા 23-9-20 અને તા 24-9-20ના રોજ પડેલા પાછોતરા વરસાદને કારણે ડાંગર અને કપાસના ઉભા પાકને ખુબ જ નુકસાન થયું છે. જેમાં વળતર ચૂકવવા માંગ ઉઠી છે.

છોટાઉદેપુર પછાત જિલ્લો હોય ગરીબ આદિવાસી ચોમાસુ ખેતી ઉપર નિર્ભર હોય જેને ધ્યાનમાં લઈને ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. જેમાં ખેડૂતોના વળતર ચૂકવવા અર્થે માંગ કરી છે. લખેલ પત્રમાં ધારાસભ્યે જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં તા 22/9/20 અને તા 23/9/20ના રોજ પાછોતરા અતિભારે વરસાદથી ડાંગર કપાસના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. જેથી કવાંટ, પાવીજેતપુર, બોડેલી તાલુકાના ખેડૂતોના પાકને નુકસાનનો સર્વે કરાવી સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને જે રીતે પાક નુકસાનીનું વળતર આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. એ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરી ખેતી પાકને થયેલ નુક્સાનનું વળતર સત્વરે ચૂકવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...