તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં 1000 બેડના ઓક્સિજન સાથેના મકાનની ગ્રાન્ટ ફાળવવા માગ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

છોટાઉદેપુરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે 1000 બેડની ઓક્સિજનલાઈન સાથેની હોસ્પિટલના નવા મકાનના બાંધકામની ગ્રાન્ટ ફાળવવા અર્થે માજી રેલ રાજ્ય મંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખેલ પત્રમાં રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાએ જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. જેમાં જિલ્લાના 6 તાલુકાઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં 90 ટકા વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવતો છે.

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં 12 જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે. અને 57 જેટલા પીએચસી કેન્દ્રો આવેલા છે. આ દવાખાનામાં મોટા પ્રમાણમાં દર્દીઓ સારવારનો લાભ લે છે. જિલ્લામાં વધુ ગંભીર દર્દીઓને જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે રીફર કરવામાં આવે છે. જેમાં માત્ર 100 બેડમાં દર્દીઓનો સમાવેશ કરી શકાય તેટલી જગ્યા છે. જેમાં ઇન્ડોર પેશન્ટને વધારે સમાવેશ કરાય તેવી પરિસ્થિતિ નથી.

હાલમાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે કોરોના મહામારીની સ્થિતિ સંભવિત ત્રીજા વેવને ધ્યાને લેતા જરૂરિયાત કોરોનાનાં દર્દીઓને હોસ્પિટલ ખાતે દાખલ કરી સારવાર આપવા માટે વધુમાં વધુ ઓક્સિજન લાઈનની સુવિધા સાથેના 1000 બેડવાળી અને તેમાં તમામ પ્રકારના વોર્ડ ઉભા કરવાની ખાસ જરૂર છે. જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેનું હાલનું દવાખાનું જૂનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર વખતનું છે. જેમાં જિલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલ તથા માળખાકીય સુવિધાનો વધારો થવો જોઈએ જે થયેલ નથી. હાલમાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે દવાખાનાની જગ્યામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે પૂરતી મળી રહે તેમ છે.

આ સંદર્ભે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના તા. 24 મે 2021ના અધિક નિયામક ગાંધીનગરના પત્ર તા. 18 મે 2021 જનરલ હોસ્પિટલ અધિક્ષક પત્ર 20 મે 2021 તથા કાર્યપાલક ઈજનેર વડોદરા પત્ર તા 21 મે 2021 થી કોરોનાની ત્રીજી લહેર અંતર્ગત આગોતરું આયોજન તેમજ કોવિડ અને નોન કોવિડ પરિસ્થિતિનું સુચારુ રીતથી નિયમન કરી શકાય તે માટે પ્રિ એન્જિનિયરીંગ સ્ટ્રક્ચર ટેક્નોલોજીનો ઉપયોગ અદ્યતન હોસ્પિટલ બનાવવા માટે ખર્ચ રૂપિયા 72.88 લાખ જેટલો થાય છે. જે બાબતે મકાન બાંધકામની ગ્રાન્ટની મંજૂરી તાત્કાલિક ધોરણે આપવા લખેલ પત્રમાં માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...