છોટા ઉદેપુરના એકલબારા ખાતે ખેતરમાં કામ કરતી વખે વરસાદ પડતાં આંબાના ઝાડ નીચે ઊભી રહેલી મહિલાનું વિજળી પડતાં મોત થયું છે. એકાએક મૃત્યું પામતા પરિવારમાં માતમ છવાયો હતો.
છોટા ઉદેપુર પંથકમાં છેલ્લાં ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે કેટલાક ઠેકાણે વરસાદ વરસ્યો હતો. ગત મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં છોટા ઉદેપુર તાલુકાના એકલ બારા ખાતે વિજળી પડતાં ખેતરમાં કામ કરતી યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
એકલબારાના પુજારા ફળીયામાં રહેતી રાઠવા મુરખી મોહનભાઈ ઉ.વ. ૩૫, ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં કામ કરી રહી હતી. પરતું એકાએક ગાજવીજ સાથે વરસાદ પડવાનું શરૂ થતાં મૃતક મુરખી મોહનભાઇ રાઠવા ખેતર પાસે આંબાના ઝાડ નીચે ઉભી રહી હતી. એકાએક વિજળી પડવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. વિજળી પડતાં ઘટનાસ્થળે લોક ટોળા ભેગા થયા હતા અને યુવતીને પોસ્ટ મોર્ટમ માટે છોટા ઉદેપુરના જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.